Western Times News

Gujarati News

બિન સચિવાલય કલાર્કની પરીક્ષામાં વ્યાપક ગેરરીતિ

કોંગ્રેસે સુરેન્દ્રનગર જિલ્લાના બે કેન્દ્રો પર ગેરરીતિના વિડીયો રજુ કર્યાં

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા તથા એનએસયુઆઈના મહિપાલસિંહે પત્રકાર પરિષદ
યોજી આપેલી ચોંકાવનારી વિગતો

અનેક વિવાદો વચ્ચે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી આ પરીક્ષા પણ રદ્‌ કરવાની માંગણી : અન્ય જિલ્લાઓમાં પણ વ્યાપક ગેરરીતિ થયાનો કોંગ્રેસનો આક્ષેપ

(પ્રતિનિધિ) અમદાવાદ: ગૌણ પસદગી સેવા મંડળ દ્વારા અનેક વિવાદો વચ્ચે તા.૧૭મી નવેમ્બરે લેવાયેલી બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં પરીક્ષા (Bin Sachivalaya clerk exam centres cheating case in gujarat) કેન્દ્રો પર વ્યાપક ગેરરીતિ થયાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે અને આજે પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસના આગેવાનોએ પરીક્ષા કેન્દ્રમાં થતી ગેરરીતિઓના વિડીયો રજુ કરતાં ખળભળાટ મચી ગયો છે. ગેરરીતિના પુરાવા કોંગ્રેસે (Gujarat Congress shows video of irregularity) આપતા જ તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને આ પરીક્ષા પણ રદ્દ કરવાની માંગણી કરવામાં આવી છે. રાજયમાંથી સેંકડો યુવાનોએ આ પરીક્ષા આપી હતી અને બનાસકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં એક જ પધ્ધતિથી (Same style of irregularity in banaskantha and surendranagar district) ગેરરીતિ આચરવામાં આવતા પેપર લીક થયાનો આક્ષેપ પણ કોંગ્રેસે કર્યો છે.

આ અંગેની વિગત એવી છે કે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા (Gujarat Congress President Amit Chavda) તથા એનએસયુઆઈના અગ્રણી મહિપાલસિંહ (NSUI Mahipalsinh) તથા અગ્રણી મનીષ દોશી અને જયરાજસિંહે (Manish Doshi & Jayrajsinh) આજે પત્રકાર પરિષદ (Press conference at Rajiv Gandhi Bhavan in Paldi, ahmedabad, gujarat) યોજી હતી

પત્રકાર પરિષદમાં એનએસયુઆઈના અગ્રણી મહિપાલસિંહે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો તાજેતરમાં જ ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા લેવાયેલી બીન સચિવાલય કલાર્કની પરીક્ષામાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિઓ થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો અને ત્યારબાદ તેમણે સુરેન્દ્રનગર જીલ્લાના બે કેન્દ્રો પર વિદ્યાર્થીઓ ગેરરીતિ આચરતા હોવાના વિડીયો બતાવ્યા હતાં તેમણે આક્ષેપ કર્યો હતો કે સુરેન્દ્રનગર, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં પરીક્ષા કેન્દ્રો પર આ જ પ્રમાણે ગેરરીતિઓ આચરવામાં આવી છે.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજય સરકારમાં ભરતી માટે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહયો છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજીત પત્રકાર પરિષદમાં કોંગ્રેસ દ્વારા ગેરરીતિના સીસીટીવી કુટેજ જાહેર કરવામાં આવતા જ ભારે ખળભળાટ મચી ગયો છે. મહિપાલસિંહે આક્ષેપ કર્યો હતો કે એક જ પધ્ધતિથી આ ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે

જેના પરિણામે પેપર અગાઉથી જ લીક થઈ ગયાનો આક્ષેપ તેમણે કર્યો હતો મહિપાલસિંહે જણાવ્યું હતું કે જુદા જુદા કેન્દ્રો પર થયેલી ગેરરીતિના પુરાવા એકત્ર કરવામાં આવી રહયા છે અને ટુંક સમયમાં આ તમામ પુરાવા રજુ કરવામાં આવશે. આજે જાહેર કરાયેલા સીસીટીવી કુટેજમાં સુરેન્દ્રનગરના બે સેન્ટર પર વિદ્યાર્થીઓ મોબાઈલ ફોનમાંથી ચોરી કરતા સ્પષ્ટપણે જાવા મળી રહયા છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે આ ઉપરાંત કેન્દ્રોમાં નિર્ધારિત કરતા વધુ સમય પણ આપવામાં આવ્યો છે તેથી આ ભરતીમાં એક મોટુ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે.

મહિપાલસિંહના આક્ષેપ બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજય સરકાર પર આક્ષેપ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે સરકારી ભરતીમાં કરોડોનો ભ્રષ્ટાચાર થઈ રહયો છે.

બીન સચિવાલય કલાર્કની પરીક્ષામાં કોંગ્રેસ દ્વારા પુરાવાઓ રજુ કરવામાં આવ્યા છે અગાઉ પણ આ મુદ્દે રજુઆત કરવામાં આવી હતી તેમ છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી જેના પરિણામે આખરે આજે આ કુટેજ જાહેર કરવામાં આવ્યા છે.

બિન સચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિઓ થયાના આક્ષેપ બાદ આ પરીક્ષા પણ રદ કરવાની માંગણી કરી હતી તેમણે આક્ષેપ કર્યો હતો કે પરીક્ષામાં મોટા પ્રમાણમાં ગેરરીતિ થઈ છે અને તેના પુરાવા પર રજુ કરવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં વધુ પુરાવા રજુ કરવામાં આવશે. કોંગ્રેસના આક્ષેપ બાદ સરકાર પણ સતર્ક બની હતી અને આ અંગે કેટલીક સ્પષ્ટતાઓ પણ તાત્કાલિક કરવામાં આવી હતી.

કોંગ્રેસે સરકારી ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ કરતા સરકાર વતી જે.એન. સિંઘે જણાવ્યું હતું કે વ્યાપક પ્રમાણમાં ગેરરીતિઓ થઈ નથી એકલ દોકલ કેન્દ્રો પર આવી ઘટનાઓ ઘટી છે જેની તપાસ ચાલી રહી છે અને ટુંક સમયમાં જ આ અંગે કાર્યવાહી કરવામાં આવશે. સરકારની આ સ્પષ્ટતા બાદ સરકારે પણ કોંગ્રેસના આક્ષેપ પર તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા સવારે જ આક્ષેપ કરવામાં આવતા તાત્કાલિક સંબંધિત વિભાગના અધિકારીઓની બેઠકો યોજાઈ હતી અને ત્યારબાદ આ સ્પષ્ટતા  કરવામાં આવી હતી.

કોંગ્રેસ દ્વારા ભરતી કૌભાંડ અંગે કરાયેલા આક્ષેપોથી વિદ્યાર્થી જગતમાં પણ તેના પ્રત્યાઘાત પડયા છે. અથાગ મહેનત બાદ આ પરીક્ષાની તૈયારી કરી વિદ્યાર્થીઓ પોતાનુ ભાવિ ઘડતા હોય છે અને ભારે વિવાદ વચ્ચે બિન સચિવાલય કલાર્કની પરીક્ષા યોજાઈ હતી પરંતુ તેમાં પણ ગેરરીતિના વિડીયો કુટેજ જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. જયારે બીજીબાજુ સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગેરરીતિઓના એકલ દોકલ કિસ્સાઓ બનેલા છે જેના પરિણામે હવે આ મુદ્દે રાજકારણ ગરમાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.