બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની આખરે સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી
ગાંધીનગર, આખુ ગુજરાત જેની લાંબા સમયથી રાહ જાેઇ રહ્યું હતું તે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની આખરે સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત સરકારનાં વિવિધ ખાતાના વડાની કચેરીઓ અને મહેસુલ વિભાગની વિવિધ કચેરીઓ માટે કારકુનની પરીક્ષા અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. સચિવાલયનાં વિભાગો માટે ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પરીક્ષાનું આયોજન ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૨ ને રવિવારે બપોરે ૧૨થી ૨ દરમિયાન આયોજીત કરવામાં આવશે. આ સંપુર્ણ પરીક્ષા OMR પદ્ધતી દ્વારા આયોજીત કરવામાં આવશે.
આ પરીક્ષા ૨૦૧૮માં રદ્દ કરવામાં આવી હતી. ત્યારથી આ સંવર્ગની તૈયારી કરી રહેલા અનેક વિદ્યાર્થીઓ આ પરીક્ષાની રાહ જાેઇ રહ્યા હતા. આ મુદ્દે અનેક આંદોલનો પણ થયા હતા. ગુજરાતની સૌથી વિવાદિત ભરતીઓ પૈકીની એક આ ભરતીની નવી તારીખ આખરે જાહેર થઇ ચુકી છે.HS