Western Times News

Gujarati News

બિપીન રાવતની નિમણૂંકને લઇ કોંગ્રેસે પ્રશ્નો ઉઠાવ્યા

File

સીડીએસના કાર્યક્ષેત્રને લઇને અધિર રંજન ચૌધરી તેમજ પ્રવક્તા મનિષ તિવારીએ કેન્દ્ર સરકાર સામે આક્ષેપ કર્યા
નવીદિલ્હી,  ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) તરીકે જનરલ બિપીન રાવતની નિમણૂંકને લઇને કોંગ્રેસે અનેક પ્રકારના પ્રશ્નો ઉઠાવ્યા છે. કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું છે કે, વૈચારિક સમાનતાના પરિણામ સ્વરુપે જ બિપીન રાવતની નિમણૂંક સીડીએસ તરીકે સરકાર દ્વારા કરવામાં આવી છે. સરકારના આ પગલાને અયોગ્ય તરીકે ગણાવીને પાર્ટીએ સીડીએસના કાર્ય ક્ષેત્રને લઇને પણ સરકાર સામે પ્રશ્નો ઉઠાવ્યા છે.

રાવત આર્મી ચીફ તરીકે પણ કોંગ્રેસ પાર્ટીના અનેક નેતાઓના ટાર્ગેટ ઉપર રહ્યા હતા. પાર્ટીના એક નેતાએ તો તેમને સડકછાપ ગુંડા તરીકે ગણાવીને હોબાળો મચાવી દીદો હતો. જા કે, મોડેથી માફી પણ માંગી લેવામાં આવી હતી. લોકસભામાં કોંગ્રેસના નેતા અધિરરંજન ચૌધરીએ કહ્યું હતું કે, અંતમાં મિસ્ટર રાવત પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બની ગયા છે.
સરકારે ચોક્કસપણે તેમના તમામ પ્રદર્શન અને વૈચારિક સમાનતાને ધ્યાનમાં લઇને વરણી કરી છે.

ભારતીય સેના એક બિનરાજકીય સંસ્થા છે જેના ઉપર જાતિ ધર્મ અને સમુદાયથી ઉપર ઉઠીને તમામ ભારતીયોને ગર્વ છે. એક અન્ય Âટ્‌વટમાં ચૌધરીએ કહ્યું છે કે, બિપીન રાવત વૈચારિક સમાનતાની અસર બિનરાજકીય સંસ્થા સેના ઉપર થવી જાઇએ નહીં.  બીજી બાજુ પાર્ટીના પ્રવક્તા મનિષ તિવારીએ કહ્યું છે કે, ખુબ જ દુખ અને સંપૂર્ણ જવાબદારી સાથે કહેવા માંગે છે કે, સીડીએસના સંદર્ભમાં સરકારે પ્રથમ પગલું જ અયોગ્ય લીધું છે. આ નિર્ણયના ખરાબ પરિણામ ભવિષ્યમાં જાવા મળશે. તિવારીએ પ્રશ્ન કરતા કહ્યું હતું કે, સરકારનો આ નિર્ણય પરેશાની અને અસ્પૃષ્ટતાથી ભરેલો છે.

સીડીએસના કાર્ય ક્ષેત્રને લઇને કોઇને પણ માહિતી આપવામાં આવી નથી. તેમણે પ્રશ્ન કરતા કહ્યું છે કે, સરકારને સેનાના ત્રણેય વડાથી મળનાર સલાહથી ઉપર સીડીએસના સૂચન રહેશે કે કેમ તે પણ પ્રશ્ન ઉઠાવે છે. ત્રણેય સેનાઓના પ્રમુખ સંરક્ષણ સચિવના બદલે હવે સીડીએસના માધ્યમથી સંરક્ષણ મંત્રીને રિપોર્ટ કરશે કે કેમ તે પણ સવાલ છે.

સેના પ્રમુખના પદથી મંગળવારના દિવસે સેવા નિવૃત્તિ થયા બાદ જનરલ રાવતને સરકારે દેશના પ્રથમ સીડીએસ તરીકે નિમી દીધા છે. તેમની નિમણૂંક માટેના આદેશ સરકાર દ્વારા સોમવારના દિવસે જ જારી કરવામાં આવ્યા હતા. આ વર્ષે ૧૫મી ઓગસ્ટના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક લાલ કિલ્લા પરથી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની પોસ્ટ ઉભી કરવાની જાહેરાત કરી હતી. વર્ષ ૧૯૯૯માં કારગિલ યુદ્ધ બાદ કારગિલ રિવ્યુ કમિટિ દ્વારા આ અંગેનું સૂચન કર્યું હતું જે સંરક્ષણ સાથે જાડાયેલા મામલા પર સરકારના સિંગલ પોઇન્ટ એડવાઈઝર તરીકે રહેશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂંકનો હેતુ ભારતની સામે આવનારા સુરક્ષા પડકારોને પહોંચી વળવા માટે ત્રણેય સેનાઓની વચ્ચે તાલમેલ બેસાડવા માટેનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.