Western Times News

Gujarati News

બિભિત્સ વિડીયો બનાવી ૭.૫૦ લાખની માંગણી કરી

સમલૈંગિક સંબંધો બાંધવાના બહાને યુવકને બોલાવ્યો

સોશિયલ મીડિયા એપ પરથી આવેલી ફ્રેન્ડ રિક્વેસ્ટ આ યુવક દ્વારા સ્વીકારવામાં આવી હતી

સુરત, સુરતમાં હનીટ્રેપની ઘટના બાદ વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. જે ઘટના હનીટ્રેપ કરતા બિલકુલ અલગ છે. આરોપીઓ દ્વારા રૂપિયા પડાવવા હવે નવો માર્ગ અપનાવ્યો છે. જ્યાં સોશિયલ મીડિયા એપથી સમલૈંગિક સંબંધો બાંધવાની ઈચ્છા વ્યક્ત કરતા લોકોનો સંપર્ક કરી ત્યારબાદ તેમના બીભત્સ વીડિયો ઉતારી બ્લેકમેલ કરતા હોવાની ઘટના બની હતી. સુરતના અમરોલી વિસ્તારમાં સમલૈંગિક સંબંધો બાંધવાના નામે યુવકને બોલાવી ચાર જેટલા લોકો દ્વારા રૂપિયા અઢી લાખ જેટલી રકમ પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

અમરોલી પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ,અમરોલી પોલીસ મથક હદ વિસ્તારમાં રહેતા ૩૬ વર્ષીય યુવકને બ્લુડ લાઈવ એન્ડ ડેટિંગ એપ પરથી ળેન્ડ રિક્વેસ્ટ આવી હતી. સોશિયલ મીડિયા એપ પરથી આવેલી ળેન્ડ રિક્વેસ્ટ આ યુવક દ્વારા સ્વીકારવામાં આવી હતી. અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલી ળેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતા યુવક જોડે ઓનલાઈન ચેટિંગ શરૂ થયું હતું. આ બાદ સમલૈંગિક સંબંધ બાંધવાની લાલચ આપી યુવકને અમરોલી વિસ્તારમાં બોલાવવામાં આવ્યો હતો.

અમરોલી વિસ્તારમાં આવેલી એક સોસાયટીના મકાનમાં બોલાવી યુવકનો બીભત્સ વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો. યુવકને જ્યારે રૂમમાં બોલાવવામાં આવ્યો, ત્યારે પહેલાંથી જ એક ઇસમ આપતિજનક અવસ્થામાં હતો. જે બાદ વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી હતી. ચાર જેટલા શખ્સોએ ભોગ બનનાર પાસે રૂપિયા ૭.૫૦ લાખની માંગણી કરી હતી. જે રૂપિયાની દસ જેટલી ગાડીઓ ઘાસની પાંજરાપોળ ખાતે દાન કરીશું તેમ જણાવ્યું હતું.

ભોગ બનનારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી બે દિવસનો વાયદો કર્યો હતો. જે બાદ હેમહેમ રીતે યુવકે અઢી લાખ રૂપિયા જેટલી રકમ એકઠી કરી આરોપીઓને આપી હતી. પરંતુ ત્યારબાદ બાકીના રૂપિયાની ઉઘરાણી શરૂ કરાતાં યુવકે હિંમત દાખવી અમરોલી પોલીસનો સંપર્ક કર્યો હતો. ભોગ બનેલા યુવકે અમરોલી પોલીસને સમગ્ર હકીકત જણાવતા પોલીસે તાત્કાલિક ધોરણે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. ગણતરીના કલાકોમાં જ અમરોલી પોલીસ દ્વારા એક સગીર સહિત ચાર આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કરી દીધા હતા.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.