બિમાર કુતરાને બચાવવા જતાં પ્રિન્સીપાલને ૪પ હજારનો ચૂનો
પ્રિન્સીપાલે ગુગલ સર્ચ કરતાં નકવી ‘એનિમલ હેલ્પ લાઈન’ મળી : યુનીવસીર્ટી પોલીસે તપાસ શરૂ કરી
(પ્રતિનિધિ) અમદાવાદ: નવરંગપુરામાં રહેતા એક યુવાન પ્રિન્સીપાલે શેરીના બિમાર કુતરાને બચાવવા જતાં રૂપિયા ૪પ હજાર ખોવાનો વારો આવ્યો છે. ઓનલાઈન ગુગલ સર્ચ કરી જીવદયા ફાઉન્ડેશનના નામે ઠગાઈ આચરતા શખ્સોએ તેમને મોકલેલી લિંક દ્વારા આ ઘટના બની છે.
હેમંતકુમાર ચોલે ટીચર્સ સ્ટાફ કવાર્ટર્સ, ગુજરાત યુનીવર્સીટી નવરંગપુરા ખાતે રહે અને સ્વર્ણીમ સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવે છે. કેટલાંક દિવસો અગાઉ તેમના ઘર બહાર કુતરાનું એક બચ્ચુ બિમાર હોઈ પત્ની ધર્મિષ્ઠાબેને આ અંગે પતિને જણાવ્યું હતું જેથી હેમંતભાઈએ ગુગલ સર્ચ કરી ‘જીવદયા ટ્રસ્ટ’નો નંબર મેળવી ફોન કરતાં એક શખ્સે હિન્દ્યી ભાષામાં વાત કરવાનું શરૂ કર્યું હતું અને મેડીકલ વાન મોકલવા માટે રૂ.૧૦ મોકલી આપવા જણાવ્યું હતું
આ શખ્સે ચાલુ ફોને જ તેમને લીંક મોકલી આપી હતી જેના ઉપર તમામ વિગતો ભરી હેમંતભાઈએ તેમને ૧૦ રૂપિયા મોકલી આપ્યા હતા બાદમાં આ શખ્સે તેમને રૂપિયા નથી મળ્યા તેમ કહીને અન્ય એકાઉન્ટમાંથી મોકલવા જણાવ્યું હતું જાકે હેંમતભાઈએ તેમ કરવાની ના પાડતાં શખ્સે ફોન કાપી નાખ્યો હતો અને એક જ મિનિટમાં હેમંતભાઈના ફોન ઉપર કુલ રૂ.૪પ હજાર ઉપડી ગયાના બે થી ત્રણ મેસેજ આવ્યા હતા.
જેથી હેમંતભાઈએ સાયબર ક્રાઈમમાં ફરીયાદ કરી હતી આ અંગે તેમની ફરીયાદ યુનીવર્સીટી પોલીસ સ્ટેશનમાં મોકલી અપાતા હવે યુની. પોલીસ તપાસમાં જાડાઈ છે.