બિમાર પિતાની પુત્રીના ડૉક્ટર બની સેવાના સપનાંથી મોદી ભાવુક થયા

ભરુચ, આજે ભરૂચ અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના ઉપક્રમે દૂધધારા ડેરી ગ્રાઉન્ડ, ભોલાવ ખાતે ઉત્કર્ષ સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સરકારની જુદી જુદી યોજનાઓના લાભાર્થી સાથે પીએ મોદીએ સીધો સંવાદ સાધ્યો હતો.
મહત્વનું છે કે આ કાર્યક્રમ દરમિયાન જુદી જુદી યોજનાના લાભાર્થી ૧૦૦ જેટલી વિધવા બહેનો-માતાઓએ પીએમ મોદી માટે ખાસ વિશાળ રાખડી તૈયાર કરી હતી. આ બહેનો અને માતાઓએ પીએમ મોદીને ભાઈ અને દીકરા તરીકે તેમને આ રાખડી અર્પિત કરી હતી અને પીએમ મોદીના ક્ષેમકુશળતાની પ્રાર્થના કરી હતી.
આ ઉપરાંત વૃદ્ધ સહાય યોજનાથી લાભાન્વીત અયુબભાઈ ઈબ્રાહિમભાઈ પટેલ સાથે સીધા સંવાદ સાધવા દરમિયાન પીએમ મોદી ભાવુક થઈ ગયા હતા. જ્યારે તેમણે સાંભળ્યું કે અયુબભાઈની દીકરી પોતાના પિતાની આંખની બિમારી જાેઈને ડોક્ટર બનાવા માગે છે અને જરુરિયાતમંદ લોકોની મદદ કરવા માગે છે ત્યારે બાપ-દીકરી અને ત્યાં ઉપસ્થિત અન્ય લોકો જ નહીં પરંતુ પીએમ મોદી પણ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા.
પોતાની દ્રષ્ટી જવા અંગે વાત કરતા લાભાર્થીએ કહ્યું હતું કે તેમને આંખમાં ગ્લુકોમા થઈ ગયો છે. તેમની સાથે પીએમ મોદીએ સંવાદ સાધતા તેમના પરિવારની ખબર અંતર પૂછ્યા હતા અને કાર્યક્રમમાં તેમની સાથે હાજર મોટી દીકરીએ જ્યારે કહ્યું કે પિતાની પ્રોબ્લેમને જાેઈને પોતે ડોક્ટર બનવા માગે છે.
આ સાંભળીને પીએમ મોદી પણ વાત કરતાં કરતાં અટકી ગયા અને તેમના ગળે ડૂમો ભરાઈ ગયો હતો. ત્યારબાદ તેમણે દીકરીને પ્રોત્સાહન આપતા લાભાર્થીને જણાવ્યું હતું કે દીકરીનું સપનું પૂરું કરજાે અને જાે કોઈ સમસ્યા હોય તો મને જણાવજાે. આ સાથે તેમને રમઝાન અને ઈદની ઉજવણી તેમજ સરકાર તરફથી મળતી મદદનો યોગ્ય ઉપયોગ કરવા બદલ અભિનંદન આપ્યા હતા.
ભરૂચ અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના ઉપક્રમે દૂધધારા ડેરી ગ્રાઉન્ડ, ભોલાવ ખાતે યોજાનારા ઉત્કર્ષ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગુરૂવારના રોજ ભરૂચ જિલ્લાની મુલાકાત લીધી છે.
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી ઉત્કર્ષ પહેલ અંતર્ગત રાજ્ય સરકારની ગંગા સ્વરૂપા બહેનોને નાણાંકીય સહાય યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ નાણાંકીય સહાય યોજના અને રાષ્ટ્રીય પરિવાર સહાય યોજનાના સો ટકા લાભાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લાભોનું વિતરણ કરવામાં આવશે. જ્યાં વડાપ્રધાને યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો.
સમારોહને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે આજનો આ ઉત્કર્ષ સમારોહ ખરેખર ઉત્તમ છે અને આ આ બાબતનું પ્રમાણ છે કે સરકાર ઇમાનદારીથી એક સંકલ્પ લઇને લાભાર્થી સુધી પહોંચે તો તેના સાર્થક પરિણામ મળે છે.
તેમણે ભરૂચ જિલ્લા વહિવટી તંત્ર તેમજ ગુજરાત સરકારને ચાર યોજનામાં સો ટકા લાભાર્થી આવરી લેવા અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હું જ્યારે યોજનાઓના લાભાર્થીઓ જાેડે વાત કરી રહ્યો હતો, તો મેં જાેયું કે એમની અંદર કેટલે સંતોષ અને આત્મવિશ્વાસ છે. મુસીબતોનો સામનો કરવા માટે સરકારની જ્યારે નાની અમથી પણ મદદ મળી જાય ત્યારે હોંસલો બુલંદ થઇ જાય છે.SSS