Western Times News

Gujarati News

બિરલા કોપર કંપનીના જીપ્સન પાવડરની ફેક્ટરીમાં યુવાનનુ મોત નિપજતાં હોબાળો

પરિવારે લાશ લેવાનો ઈન્કાર કરતા કંપની સત્તાધીશોમાં નાસ ભાગ.: કંપની સત્તાધીશોએ મરનારના પરિવારને સહાય આપવા તથા પરિવારના એક સભ્યને નોકરી આપવા બાહેધરી આપતાં મામલો થાળે પડ્યો. : કંપની સત્તાધીશોએ મૃતદેહ સ્થળ ઉપરથી ઉઠાવી લેતા પરિવારજનો રોષે ભરાયા. : ડમ્પરની અડફેટે યુવાનનુ મોત નિપજયુ હોવાનું કંપની સત્તાધીશોનું રટણ : પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવતા મામલો થાળે પડ્યો.

ભરૂચ: ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના બિરલા કોપર કંપનીના જીપ્સન ફેક્ટરીમાં કામ કરતા યુવાનો ડમ્પરની અડફેટે મોત હતા મૃતકના પરિવારજનોએ કંપની સત્તાધીશો સામે બાંયો ચઢાવી કંપની ઉપર હોબાળો મચાવતા વાતાવરણ તંગ થવા પામ્યું હતું.જોકે સ્થળો પણ પોલીસ કાફલો દોડી આવી મામલાને થાળે પાડ્યો હતો.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા ની બિરલા કોપર કંપની માં જૂના તવરા ના રહેવાસી ચિરાગ ફતેસિંહ ગોહિલ નામના વ્યક્તિનું  રાત્રી દરમિયાન બિરલા કોપર માં જીપ્સમ ના ઢગલા પાસે ડમ્પર ચડાવી દેતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.જ્યારે કંપનીના સત્તાધીશો અને પોલીસ દ્વારા પંચનામું કર્યા વગર જ ડેડબોડીને ભરૂચ સિવિલ અર્થે મોકલવાની તજવીજ હાથધરી હતી.

ત્યારે જ આજુબાજુના ગામના રહીશો દ્વારા આ એમ્બ્યુલન્સને ફરી બિરલા કોપર મા પરત બોલાવી લેવામાં આવી હતી અને પોલીસ દ્વારા પંચનામું કર્યા વગર જ ડેટ બોડીને ભરૂચ સિવિલ ખાતે મોકલવાની ફિરાકમાં હતા તે દરમ્યાન પોલીસ સાથે સ્થાનિક રહેવાસીઓની બોલાચાલી થઈ હતી જે બાદ અકસ્માત સ્થળે મૃતકના પરિવારજનો સહિત ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

જોકે કંપની સત્તાધીશોની આવી વૃત્તિના કારણે લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો જોકે કંપની ઉપર થયેલા હોબાળા ને શાંત પાડવા કંપની સત્તાધીશોએ મૃતકના પરિવારજનો સાથે બેઠક યોજી હતી.જેમાં મૃતકના પરિવારજનોને કંપની સત્તાધીશો દ્વારા સહાય રૂપી વળતર ચૂકવવાનું તેમજ પરિવારના એક સભ્યને નોકરી આપવાની બાંહેધરી આપતા આખરે મામલો થાળે પડ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે કંપનીમાં જીપ્સન પાવડર ની ફેક્ટરી માં યુવાનનું મોત ડમ્પરની અડફેટે થયું હોય તો કંપની સત્તાધીશોએ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કઈ રીતે મોકલયો જો કે પોલીસે કોઈપણ જાતનું પંચનામું કર્યું ન હોવા છતાં કંપની સત્તાધીશોએ સમગ્ર ઘટના ઉપર ઢાંકપિછોડો કરવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પંચનામું કર્યા વિના જ મોકલી આપતા મૃતકોના પરિવારજનોનો પિત્તો ગયો હતો અને તેઓએ કંપની ઉપર ભારે હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો જોકે પોલીસે ઘટનાસ્થળે દોડી આવી મામલાને થાળે પાડ્યો હતો.

સમગ્ર ઘટનામાં પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ જિલ્લાની અનેક કંપનીઓમાં આકસ્મિક ઘટનાઓ માં પોલીસને જાણ કરવામાં આવતી હોવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર પણ ઉદ્યોગકારો ઉપર અંકુશ મૂકે તે જરૂરી છે.

કંપની સત્તાધીશોએ પોલીસને જાણ કર્યા વિના મારા દીકરાનું મૃતદેહ ઉઠાવી લીધો હતો : પિતા ફતેસિંહ ગોહિલ
મારો દીકરો ચિરાગ નો કંપનીમાં મોત નીપજયું હોવાની જાણ પોલીસને કર્યા વિના અને ઘટનાને અકસ્માતમાં ખપાવી દેવાના આશરે થી કંપની સત્તાધીશોએ મારા દીકરાના મૃતદેહને બારોબાર પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હોવાના કારણે તેમજ કંપની સત્તાધીશોએ સાચી માહિતી પરિવારજનોને આપવામાં નો આવી હોવાના કારણે કંપની સત્તાધીશો સામે અમારો આક્રોશ હતો તેમ ફતેસિંહ ગોહિલ મૃતકના પિતાએ જણાવ્યું હતું

પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી કરી : પોલીસ બિરલા કોપર ના જીપ્સન પાવડરની ફેક્ટરીમાં તમારા ગામના ચિરાગ ગોહિલ નુ મોત નીપજ્યું હતું જે કંપની સત્તાધીશો ડમ્પરની અડફેટે આવી જવાના કારણે મોત નિપજયુ હોવાનું જણાવી રહ્યા છે જે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પોલીસે જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.