બિલાડી કલાકો બેસી બહેનના મોતનું માતમ મનાવે છે
સુરત, જ્યારે આપણા કોઈ નજીકના સ્વજનનું અવસાન થાય છે ત્યારે આપણે ભાંગી પડીએ છીએ. આપણા માટે તે વાતનો વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. વલસાડ શહેરમાં રેલવે કર્મચારી તરીકે ફરજ બજાવતા મુનવ્વર શેખે પણ અત્યાર સુધી પોતાના ઘણાં સ્વજનો ગુમાવ્યા છે અને તેમણે અન્ય લોકોને પણ પોતાના સ્વજનોની યાદમાં શોક મનાવતા જાેયા છે.
પરંતુ મુનવ્વર શેખ અને તેમના પરિવારે પોતાની પાલતુ બિલાડીનું જે વર્તન જાેયું છે, તેઓ ચોંકી ગયા હતા. મુનવ્વર શેખની પર્શિયન બિલાડી લિઓ પોતાની બહેન કોકોની કબર પાસે કલાકો સુધી બેસી રહે છે. ઉલ્લેખનીય છે કે ૨૩મી સપ્ટેમ્બરના રોજ કોકોનું મૃત્યુ થવાને કારણે તેને દફનાવવામાં આવી હતી.
કોકોની કબર પાસે ચૂપચાપ બેસીને કલાકો સુધી શોક મનાવતી લિઓનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થતા ઘણાં લોકો મુનવ્વર શેખના ઘરે કુતુહલતા સાથે પહોંચ્યા હતા.
લિઓને અત્યારે આઘાત લાગ્યો છે. તે આ આઘાતમાંથી વહેલી તકે બહાર નીકળી જાય તે માટે મુનવ્વર શેખ અને તેમનો પરિવાર લિઓની વધારે કાળજી રાખી રહ્યા છે. મુનવ્વર શેખનો દીકરો ફૈસલ જણાવે છે કે, અમે કોકોને અમારા કમ્પાઉન્ડમાં દફનાવી છે. અમે પણ જાેઈને ચોંકી ગયા કે લિઓ તે કબર પાસે જાય છે અને પછી કલાકો સુધી ત્યાં બેસી રહે છે.
ઉલ્લેખનીય છે કે લગભગ ચાર વર્ષ પહેલા ફૈસલને તેના એક મિત્રએ આ બન્ને પર્શિયલ બિલાડીઓ ભેટ તરીકે આપી હતી. લિઓની સફેદ ચમકદાર રુવાંટી છે જ્યારે કોકોનો રંગ કાળો હતો. પરિવાર માટે આ બન્ને ઘરના સભ્યો સમાન હતા. લગભગ બે વર્ષ પહેલા કોકો ઘરની બહાર રમતી વખતે ખોવાઈ ગઈ હતી.
કોકો જ્યારે પાછી ના આવી તો પરિવારને લાગ્યું કે કોઈએ ચોરી કરી હશે, પરંતુ લગભગ છ મહિના પછી તેમને જાણકારી મળી કે, કોકો અત્યારે વલસાડમાં અન્ય કોઈ પરિવાર પાસે છે. મુનવ્વર શેખના પરિવારે પોલીસની મદદ લીધી અને તે પરિવાર પાસાથી કોકોને પાછી મેળવી. તે પરિવાર કોકોને પાછી આપવાનો ઈનકાર કરતો હતો, જેના કારણે પોલીસને વચ્ચે પાડવી પડી હતી.
કોકો પાછી તો આવી ગઈ પરંતુ ત્યારથી જ તેને સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓ થતી હતી. ફૈસલ જણાવે છે કે, બે વર્ષ પછી પણ કોકો અને લિઓ તરત જ એકબીજાને ઓળખી ગયા. તેઓ એકબીજા સાથે ખૂબ રમ્યા. સ્વાસ્થ કથળી જવાને કારણે કોકનું મૃત્યુ થયું.
અમે તેને હોસ્પિટલ લઈ ગયા હતા અને સારવાર અપાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ અમે તેને બચાવી ના શક્યા. કોકોને ઘરે લાવવામાં આવી અને ઘરની બહારના કમ્પાઉન્ડમાં તેને દફનાવવામાં આવી. ફૈસલ જણાવે છે કે, લિઓને કોકોના મૃત્યુ વિષે જાણકારી નહોતી. તેણે અમે કોકોને દફનાવી તે પણ નથી જાેયું.SSS