Western Times News

Gujarati News

બિલ્ડરના ઘેર તસ્કરો ત્રાટક્યાઃ ૧ કરોડની રોકડની ચોરી

પ્રતિકાત્મક

(પ્રતિનિધી) ભરૂચ, ભરૂચમાં બિલ્ડર પરિવાર સાથે કુળદેવીના દર્શને ગયું અને તસ્કરોએ ઘરમાં તિજાેરીમાં મુકેલા રૂપિયા ૧ કરોડ સેરવી જતા ખળભળાટ મચ્યો છે. દેવ દર્શનોથી પરત ફરેલા પરિવારને ઘરે પાર્ટ ફર્યા બાદ ઘરમાં સામાન વેરવિખેર નજરે પડતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

તપાસ દરમ્યાન આટલી મોટી રકમની ચોરી સામે આવતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.મામલે વિસ્તારના સીસીટીવો ફૂટેજ સહીત ટેક્નિકલ એક્સપર્ટ્‌સની મદદ લઈ તસ્કરોની ભાળ મેળવવા કવાયત હાથ ધરવામાં આવી છે.બનાવ સંદર્ભે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશને ૧ કરોડ ૩ લાખ રૂપિયાની ચોરીના મામલાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

ભરૂચના જાણીતા બોલ્ડર ધર્મેશભાઈ દિનેશચંદ્ર તાપીયાવાલા પોતાના પરિવાર સાથે ગત તા.૧૨ જૂનના રોજ ઘર બંધ કરીને કુળદેવી મોઢેશ્વરી માતાના દર્શને મોઢેરા ખાતે ગયા હતા.પરિવાર અહીંથી અંબાજી બનાસકાંઠા ખાતે માતાજીના દર્શનાર્થે ગયેલ હતો અને તે ૧૪ જૂને વહેલી સવારે ઘરે પરત ફર્યું હતું.

પરિવારના સભ્યો પરત ફર્યા ત્યારે ઘરનો દરવાજાે ખુલ્લો મળ્યો હતો.ઘરમાં પ્રવેશવામાં આવતા સમાન વેરવિખેર જણાતાં તસ્કરો હાથફેરો કરી ગયા હોવાનો સ્પષ્ટ અણસાર મળ્યો હતો. ઘરમાં પ્રવેશ કરવા માટે તસ્કરોએ પ્રથમ જાળીવાળા દરવાજાનો નકુચો કોઈ સાધન વડે કાઢી નાંખી મુખ્ય દરવાજાનો લોક તથા ઈન્ટર લોક તોડી ઘરની અંદર પ્રવેશ કર્યો હતો.ફરીયાદીના ઘરમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્‌ટ ફ્લોરના બેડરુમના લાકડાનો કબાટ ખોલી કબાટ માંથી કુલ રોકડા રૂપિયા ૧૦૩૯૬૫૦૦ ની ચોરી કરી કરી ફરાર થઈ ગયા હતા.

બિલ્ડરે વેપારના કામે ઘરમાં પાંચસોના દરની ૧૦૦ નોટના ૧૯૨ બંડલ તથા પાંચસોના દરની ૯૩ નોટ છૂટી જેની કુલ કિંમ તે રૂપિયા ૯૬૪૬૫૦૦, આ ઉપરાંત બે હજારના દરની ૧૦૦ નોટના ત્રણ બંડલ જેની કિમંત રૂપિયા ૬ લાખ અને ૨૦૦ રૂપિયાના દરની ૧૦૦ નોટના ૫ બંડલ જેની કિમંત રુપિયા ૧ લાખ સાથે ૧૦૦ રૂપિયાની અને ૨૦૦ રુપિયા ની ચલણી નોટ મળી રૂપિયા ૫૦ હજાર મળી કુલ રોકડા રૂપિયા ૧૦૩૯૬૫૦ ઘરમાં રાખ્યા હતા જે તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા છે.

બનાવ સંદર્ભે પોલીસને જાણ કરવામાં આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.પરિવાર બહારગામ ગયું હોવાથી મકાન બંધ રહ્યું હોવાની તકનો લાભ ઉઠાવી તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.  ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.