બિલ્ડરની બુકીંગ ઓફિસમાં જુગાર રમતા નવ જુગારીઓ ઝડપાયા
રોકડા રૂપિયા, મોબાઈલો અને ફોર વ્હીલ વાહન મળી કુલ ૨૩,૩૧,૧૮૦ નો મુદ્દામાલ જપ્ત કરાયો.
(વિરલ રાણા) ભરૂચ, અંકલેશ્વર રૂરલ પોલીસે જીતાલી ગામે આવેલા પ્લેટેનીયમ ઈન્ડસ્ટ્રીયલ પાર્કની ઓફિસના પ્રથમ માળે જુગાર રમતા નવ ઈસમોને ઝડપી પાડ્યા છે.પોલીસે તેમની પાસેથી રૂ.૨.૩૫ લાખ રોકડા અને મોબાઈલ અને વાહનો મળીને કુલ રૂ.૨૩.૩૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને જુગરધારા હેઠળ અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
બનાવની મળતી માહિતી મુજબ અંક્લેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાતમીદારની બાતમી આધારે અંક્લેશ્વર તાલુકાના જીતાલી ગામે આવેલા પ્લેટેનીયમ ઈન્ડસ્ટ્રીયલ પાર્કની બુકીંગ ઓફીસના પ્રથમ માળે આવેલી ઓફીસરૂમમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા હોવાની માહિતી મળી હતી.પોલીસે મળેલી માહિતીના આધારે પોલીસ ઈન્સપેક્ટર વી.કે.ભૂતિયા અને સ્ટાફના સ્થળ પર રેડ કરતા સ્થળ ઉપર જુગાર રમતા જુગરીઓમાં દોડધામ મચી ગઈ હતી.
જોકે પોલીસે કોર્ડન કરીને જુગાર રમતા નવ જુગારીઓ
(૧) ભાવેશ કરશનભાઈ ભીમાણી ઉ.વ ૪૬ રહે મ.નં -૧૧૭ નિર્મલનગર સોસાયટી વરાછા સુરત મુળ રહે મોટા આંકડીયા તા – જી અમરેલી
(૨) જનક અરવીંદભાઈ ધોલરીયા ઉ.વ -૩૭ રહે માન -૧૦૫ સવર્ગ રેસીડેન્સી ખોલવડ તા – કામરેજ જી – સુરત મૂળ રહે રામપરા કુકાવાવ રોડ અમરેલી
(૩) શૈલેષ બટુકભાઈ ગોધાણી ઉ.વ -૩૪ રહે મ.નં -૫૧ માનસરોવર સોસાયટી સરથાણા જકાતનાકા સુરત મુળ રહે ઢાંગલા તા – લીલીયા જી અમરેલી
(૪) મહેન્દ્ર બાબુભાઈ માલવીયા ઉ.વ -૩૮ રહે મ.નં -૧૪ શાંતીનિકેતન સોસાયટી મોટા વરાછા મુળ રહે પીપરીયા તા – લાઠી જી અમરેલી
(૫) સાકરચંદ ઉર્ફે સાગર વનરાજભાઈ જૈન ઉ.વ -૪૪ રહે મ.નં -૨ મહાવીર શોપીંગ સેન્ટર સર્કલ ત્રણ રસ્તા • અંક્લેશ્વર શહેર તા – અંકલેશ્વર જીભરૂચ મુળ રહે બુથી તા – જી પાલી
(૬) સુરેશ ગોધાભાઈ ભરવાડ ઉ.વ -૫ ર રહે પ્લોટ નં -૪૦૩૫ જી.આઈ.ડી.સી નોટફાઈડ એરીયા અંકલેશ્વર જી.આઈ.ડી.સી જી – ભરૂચ મુળ રહે ડેરીયા તા – દસ્કોઈ જી અમદાવાદ
(૭) અમીન હીંમતભાઈ ગોંડલીયા ઉ.વ -૩૮ રહે મ.નં -૩૦ કસ્તુરબા સોસાયટી વરાછા રોડ સુરત મુળ રહે રામપરા કુકાવાવ રોડ અમરેલી
(૮) નીતીન નાનુભાઈ કથાડા ઉ.વ -૩૩ રહે મન -૩૦ રાધે ક્રિષ્ના સોસાયટી કાપોદ્રા પાટીયા તા – અંકલેશ્વર જી – ભરૂચ મુળ રહે જાળીયા તા – જી અમરેલી
(૯) ભરત કાનજીભાઈ બાવીશી ઉ.વ -૪૮ રહે દ્વારકેશ પેલેસ બી મ.નં -૨૦૪ જી.આઈ.ડી.સી અંકલેશ્વર જી – ભરૂચ મુળ રહે મોટા આંકડીતા તા – જી અમરેલીને રંગે હાથે ઝડપી પાડ્યા હતા.
પોલીસે તેમની પાસેથી જુગારના રોકડા રૂપિયા રૂ.૧,૫૭,૧૮૦ તથા દાવ ઉપરના રોકડા રૂ.૭૮,૦૦૦ મળી રોકડા રૂપિયા ૨,૩૫,૧૮૦, ૯ મોબાઈલ કિંમત રૂપિયા ૧,૯૬,૦૦૦ તથા ૪ ફોર વ્હીલ વાહન કિંમત રૂપિયા ૧૯,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૨૩,૩૧,૧૮૦ નો મુદ્દામાલ કબ્જે કરીને જુગરીઓ વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.