Western Times News

Gujarati News

બિલ્ડરે પઝેશન મોડું આપ્યુંઃ ૬૩ લાખ વ્યાજના અને ૧.૧૭ કરોડ રિફંડ ચુકવવા આદેશ

પ્રતિકાત્મક

દંપતીએ ૨૦૧૮માં  નેશનલ કન્ઝ્‌યુમર કમિશન  દરવાજા ખખડાવ્યા હતા. તેમણે થાને વિસ્તારમાં એક ઈમારતમાં ૧૨મા માળ પર ૭૫૦ સ્ક્વેર ફીટનો એક ફ્લેટ ખરીદ્યો હતો.

(એજન્સી) મુંબઈ, નેશનલ કન્ઝ્‌યુમર કમિશન દ્વારા એક કેસમાં ચુકાદો આપતા કહેવામાં આવ્યું કે, જાે ઈમારતના બાંધકામમાં મોડુ થાય તો બિલ્ડર એવો દાવો ન કરી શકે કે તંત્ર પાસેથી મંજૂરી મેળવવામાં આટલો સમય થઈ રહ્યો છે.

કમિશન દ્વારા કહેવામાં આવ્યું કે, સુપ્રીમ કોર્ટેના જણાવ્યા અનુસાર સંબંધિત વિભાગ તરફથી મંજૂરી મેળવવામાં હંમેશા સમય લાગે છે. પરંતુ બિલ્ડર આ દલીલ મૂકીને બાંધકામમાં મોડું ના કરી શકે. માટે અમે આ અરજી ફગાવીએ છીએ.
આટલુ જ નહીં, ફ્લેટ ખરીદનાર દંપતીને ૯ ટકા વ્યાજ સાથે રિફંડ આપવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

કોર્ટ દ્વારા કેપસ્ટોન કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમેટેડને ૬૩ લાખ રુપિયા વ્યાજના અને ૧.૧૭ કરોડ રુપિયા રિફંડના ખરીદદાર અનુજ અને સોમારા બિસ્વાસને ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મુંબઈ શહેરના થાને વિસ્તારમાં ફ્લેટનું પઝેશન મેળવવામાં એક વર્ષ કરતા વધારે સમય લાગ્યો હોવાને કારણે કપલે રિફંડની માંગ કરી હતી. તેમણે પઝેશન મેળવવાથી ઈનકાર કર્યો અને પોતાના પૈસા પાછા માંગ્યા હતા.

કમિશન દ્વારા આ પહેલાના એક ચૂકાદાનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, પઝેશનનો જે સમય આપવામાં આવ્યો હોય તેના કરતા વધારે સમય લાગી જાય તો ફરિયાદીનો ર્નિણય હોય છે કે તે પઝેશન સ્વીકારવા માંગે છે કે રિફંડ મેળવવા માંગે છે. કમિશને જણાવ્યું કે, ફરિયાદીનો અધિકાર છે કે મૂળ રકમ વ્યાજ અને વળતર સાથે માંગી શકે. કમિશને બિલ્ડરને વધારાના ૫૦,૦૦૦ રુપિયા ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ દંપતીએ ૨૦૧૮માં કમિશનના દરવાજા ખખડાવ્યા હતા. તેમણે થાને વિસ્તારમાં એક ઈમારતમાં ૧૨મા માળ પર ૭૫૦ સ્ક્વેર ફીટનો એક ફ્લેટ ખરીદ્યો હતો.

વર્ષ ૨૦૧૩માં બેન્ક લોન અને અન્ય સ્ત્રોતની મદદથી તેમણે ૯૦ ટકા પૈસાની ચૂકવણી કરી લીધી હતી. દંપતી જણાવે છે કે, તેમને નહોતી ખબર કે પ્રથમ જ ઈન્સ્ટોલમેન્ટમાં ૯૯ લાખ રુપિયા બિલ્ડરને મળી જશે. તે સમયે પ્રોજેક્ટ પ્રાથમિક તબક્કામાં હતો. આના પરિણામે તેમણે ઘણી નાણાંકીય અગવડનો સામનો કરવો પડ્યો.

દંપતીની ફરિયાદ અનુસાર તેમને જાણકારી આપવામાં આવી હતી કે તેમને ૩૧ ડિસેમ્બર, ૨૦૧૫ સુધી પઝેશન મળી જશે અને મહત્તમ તેના કરતા વધારે છ મહિનાનો સમય લાગી શકે છે. અનેકવાર બિલ્ડરને મળવાનો પ્રયત્ન કર્યા પછી આખરે ઓગસ્ટ, ૨૦૧૮માં તેમને પઝેશન આપવામાં આવ્યુ પરંતુ ત્યારે તેમણે સ્વીકારવાથી ઈનકાર કરી દીધો અને પૈસા પાછા માંગ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.