બિલ્ડરે ફલેટો વેચી મારતા છેતરપીંડીની ફરીયાદ
અમદાવાદ: બેંકો અને નાગરિકોના રૂપિયા ચાંઉ કરી જલ્સા કરતા અને ખોટા દસ્તકાવેજ દ્વારા મિલક્તો વેચતા બિલ્ડરો વિરુદ્ધ ગત કેટલાક સમયથી ફરીયાદો ઉઠી છે જેના પગલે શહેર પોલીસ દ્વારા કેટલાય બિલ્ડરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે આવો જ વધુ એક કિસ્સો પ્રકાશમા આવ્યો છે બિલ્ડર પરીવારે પ્રોજેક્ટ લોન લઈને ફાઈનાસ કંપનીની જાણ બહાર જ બારોબાર મકાનોના સોદા પાડી દેતા રેલીગેટ ફાઈનાન્સ કોર્પોરેટશને ત્રણ વિરુદ્ધ છેતરપીડીની ફરીયાદ નોંધી છે.
રેલીગેર હાઉસીગ ડેવલપમેટ ફાઈનાન્સ ડોપોરેશનમાં લીગલ મેનેજર વિનોદકુમાર વિજયકુમાર શર્માએ ગુજરાત યુનીવર્સીટી પોલીસમા પ્રશાંત અમીન તેમની પત્ની શીતલ અમીન અને પિતા રમેશચંદ્ર અમીન રહે અમીલક્ષ્મી એપાર્ટમેન્ટ નહેરુપાર્ક વસ્ત્રાપુર વિરુદ્ધ નોધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે આ ત્રણેય ગાંધીનગર દહેગામમા સાન્વી રેસીડેન્સી નામે સ્કીમ શરૂ કરી હતી
જે માટે રેલીગેરમાંથી રૂપિયા સાડા ચાર કરોડની પ્રોજેક્ટ લોન પાસ કરાવી હતી જા કે રૂપિયા એક કરોડ છપ્પન લાખ ચૂકવ્યા બાદ તેમણે એક પણ રૂપિયો ચૂકવ્યો ન હતો
ઉપરાંત સ્કીમની મિલક્તો વેચવા અગાઉ તેમણે રેલીગેટમાંથી એનઓસી લેવી પડવી હોય છે પરતુ બિલ્ડર પરીવારે ત્રણ ફલેટ વેચી માર્યા હતા જેની જાણ રેલીગેટને થતા તેમણે યુનીવસીટી પોલીસ સ્ટેશનમાં છેતરપીડીની ફરીયાદ નોધાવી છે.