બિલ્ડર પાસે ૧૦ લાખની ખંડણી માંગનાર આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી
(એજન્સી) અમદાવાદ, દાણીલીમડા વિસ્તારના બિલ્ડર પાસે ૧૦ લાખની ખંણી માંગનાર માથાભારે શખ્સની જામીન અરજી સેેશન કોર્ટેે ફગાવી દીધી છે. સેશન્સ કોર્ટે ચુકાદામાં નોધ્યુ હતુ કે આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે. આરોપી ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. અને અગાઉ પાસા પણ થઈ ચુકી છે. આ મામલે તપાસ જારી છે ત્યારે આવા આરોપીને જામીન પર મુક્ત કરી શકાય નહી.
દાણીલીમડાના બિલ્ડર પાસે ૧૦ લાખની ખંડણી માંગી ૩૦ હજાર વસુલનારા આરોપી અજીઝુ રહેમાન ઉર્ફે ભુરીયો રીાયઝુરહેમાન સૈયદને પોલીસે ઝડપી જેલમાં મોકલી આપ્યો હતો. જ્યાંથી આરોપીએ રેગ્યુલર જામીન માટે અરજી કરી એવી રજુઆત કરી હતી કે હું નિર્દોષ છુ.
ખોટી રીતે ફરીયાદ કરવામાં આવી છે. ફરીયાદ મારા સગા જ છે. કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે. અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છુૃ. તેથી જામીન પર મુક્ત કરવો જાેઈએ.
જાે કે અરજીનો વિરોધ કરતા સરકારી વકીલે એવી દલીલ કરી હતી કે થોડા સમય પહેલાં અજીઝુુરહેમાને ફરીયાદીને ધમકી આપી હતી કે હુૃ તારી સ્કીમ તોડાવી દઈશ. હુૃ ગેગસ્ટર છું અને મારી પાસે મીડીયાનો પાવર છે. તુૃં દસ લાખ આપ. નહીં આપે તો તારા ઘરના સભ્યોને જાનથી મારી નાંખીશ.
આ મામલે તે સમયે ઈમરાને કોઈ કાર્યવાહી કરી નહોતી. આ દરમ્યાન ૮ નવેમ્બર ર૦ર૧ના રોજ ફરીયાદી ઈમરાન દુબઈ ગયો હતો. ત્યાં અઝીઝુરહેમાને ફોન કરીને જણાવ્યુ હતુ કે મે તારા ગોડાઉનનુૃ બધુ રેકોર્ડીંગ કરી નાંખ્યુ છે. તુૃ દસ લાખ આપી દે નહીં તો તારા ધંધો બંધ કરાવી દઈશ. હુૃ તારા ઘર પાસે જ ઉભો છુ. અને પૈસા લીધા વગર જવાનો નથી.
જેથી ઈમરાન ડરી ગયો હતો અને જણાવ્યુ હતુ કે હુૃ હાલ દુબઈ છુૃ તુૃ ઘરે ર૦ હજાર છે એ લઈ લે અને બાકીના પૈસા પછી આપીશ. એ સમયે ઈમરાનના પરિવારે ૩૦ હજાર રૂપિયા આપી દીધા હતા. ત્યારબાદ બાકીના ૯.૭૦ લાખ રૂપિયા માટે આરોપી ઉઘરાણી કરતો હતો.
જેથી આ મામલે ફરીયાદ થઈ હતી. આરોપી માથાભારે છે. અને જામીન આપવામાં આવે તો ફરીયાદ પક્ષને નુકશાન કરે એમ છે. તેથી રેગ્યુલર જામીન આપવા જાેઈએ. આવી રજુઆત બાદ કોર્ટે આરોપીના જામીન ફગાવી દીધા છે.