બિલ ગેટ્સ ફાઉન્ડેશન સ્વચ્છ ભારત અભિયાન માટે એવોર્ડ આપશે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્વચ્છ ભારત અભિયાન માટે બિલ ગેટ્સ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સમ્માનિત કરશે. મોદી 25 સપ્ટેમ્બરે અમેરિકાની મુલાકાતે જવાના છે ત્યારે આ એવોર્ડ આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે સોમવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.
જિતેન્દ્રસિંહે ટ્વીટ કરીને કહ્યું કે, વધુ એક એવોર્ડ, દરેક ભારતીય માટે કરવા માટે ગર્વ કરવાની વાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહેનત અને તેમના પ્રગતિશીલ નિર્ણયોની દુનિયાભરમાં પ્રશંસા કરવામાં આવી છે. મોદી તેમના બીજા અમેરિકા પ્રવાસ દરમિયાન બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન પાસેથી સ્વચ્છ ભારત અભિયાન માટે એવોર્ડ પ્રાપ્ત કરશે.