બિસ્માર રસ્તા, ટ્રાફિક, ઢોરની સમસ્યા ઠેરની ઠેરઃ લિગલ સવિર્સ ઓથોરીટી
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં બિસ્માર રસ્તા, ટ્રાફીક-પાકિર્ગ અને રખડતા ઢોરની સમસ્યા મુદેદ હાઈકોર્ટના આદેશ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજય સરકાર દ્વારા કરેલી કામગીરીની સમીક્ષા કરવાની કામગીરી કોર્ટે ગુજરાત સ્ટેટ લીગલ ઓથોરીટીને સોપી હતી. ઓથોરીટી દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં બહાર આવ્યું છે. શહેરના મોટાં ભાગના વિસ્તારોમાં બિસ્માર રસ્તા, ટ્રાફીક-પાર્કીગ અને રખડતા પશુઓની સમસ્યા ઠેરની ઠેર જ છે.
ગુજરાત હાઈકોર્ટે વર્ષ ર૦૧૮માં અમદાવાદ શહેરી આ સમસ્યાઓ અંગે વિગતવાર નિર્દેશો આપ્યા હતા. જાેકે તેનું પાલન ન થયું હોવાની ફરીયાદ સાથે કોર્ટમાં કન્ટેમ્પ્ટ અરજી કરવામાં આવી છે.
જેમાં અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન અને રાજય સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે તંત્ર દ્વારા ઘણી કામગીરી હાથ ધરવામાં આવી છે. ને સ્થિતી સુધરી છે. જાેકે અરજદાર દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોર્ટે દ્વારા આ બાબતોનું જમીની મોનીટરીગ શકય ન હોવાથી સર્વે હાથ ધરવાની કામગીરી લિગલ સર્વીસ ઓથોરીટીને સોંપવામાં આવી હતી.
જેમાં ઓથોરીટીએ વકીલો, સામાજીક કાર્યકરો અને યુવાનોની મદદથી અમદાવાદના વિવિધ વિસ્તારો નકકી કરી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેના અંતે ઓથોરીટીએ દ્વારા પ૬પ પાનાંનો રીપોટ રજૂ કરવામાં આવ્યો છે. વિવિધ ઝોનના કુલ ૪૮ વોર્ડમાં હાથ ધરાયેલા સર્વે બાજ બહાર આવ્યું છે. કે કોર્પોરેશન દ્વારા સોગંદનામામાં રજુ કરવામાં આવેલી વિગતો અને સર્વેમાં બહાર આવેલી પરીસ્થિતીને મેળ બંધબેસતી નથી. કેટલાંક પોશ વિસ્તારમાં પણ રસ્તાઓ ખાડાં-ટેકરાંવાળાઓ હોવાનું બહાર આવ્યું છે. ઉપરાંત રખડતા ઢોર અને ટ્રાફીકની સમસ્યા પણ મહદઅંશે યથાવત છે.