બિસ્લેરીએ એના સંપૂર્ણ નવા અભિયાન સાથે સલામત અને સ્વચ્છ મિનરલ વોટરનો સંદેશ વધારે મજબૂત કર્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Bisleri-Camel-2.0.png)
82.5 કમ્યુનિકેશન્સે બનાવેલું બિસ્લેરીનાં નવા અભિયાનનો ઉદ્દેશ ગુણવત્તાયુક્ત અને સ્વાસ્થ્ય માટે ગુણકારક સલામત મિનરલ વોટર પસંદ કરવા ઉપભોક્તાને જાગૃત કરવાનો છે
મુંબઈ, 16 એપ્રિલ, 2021: ભારતની સૌથી વિશ્વસનિય મિનરલ વોટર બ્રાન્ડ અને ઉદ્યોગમાં અગ્રણી બિસ્લેરીએ ગ્રાહકોનો વિશ્વાસ મજબૂત કરવા તથા બજારમાં ઓરિજિનલ બિસ્લેરી અને બનાવટી વિકલ્પો વચ્ચેનો ફરક સમજાવવા જાગૃતિ લાવવા નવું 360-ડિગ્રી ઇન્ટિગ્રેટેડ અભિયાન ‘સમજદાર બિસ્લેરી પીતે હૈ’ શરૂ કર્યું છે.
જ્યારે એકવીસમી સદીનો ઉપભોક્તા ઉત્પાદનોની ખરીદી કરે છે, ત્યારે એ ઉત્પાદન વિશે જાગૃત અને જાણકાર હોય છે. જોકે જ્યારે પાણીની વાત આવે છે, ત્યારે ઉપભોક્તા સમાધાન કરે છે, કારણ કે તેમને મિનરલ વોટરના અજાણ્યા, અનપ્રોસેસ કરેલા વેરિઅન્ટની સામે વાંધો નથી. એટલે તેઓ સમાધાન કરે છે.
કંપનીએ શરૂ કરેલું અભિયાન ઉપભોક્તાને બિસ્લેરી જેવી વિશ્વસનિય મિનરલ વોટર બ્રાન્ડની પસંદગી કરવામાં જાગૃત રહેવા પ્રેરિત કરે છે અને ગુણવત્તાયુક્ત સ્વચ્છતાની આચારસંહિતાનું પાલન ન કરતા હોય એવા અન્ય કોઈ પણ વેરિઅન્ટ માટે સમાધાન ન કરવા પ્રોત્સાહન આપે છે.
ટીવીસીમાં બિસ્લેરીના બાદલ (ઊંટ) અને એની તરસ્યા સવારને દર્શાવે છે. એક લારી પર દુકાનદાર એમને બિસ્લેરી માંગવા છતાં પાણીની બોટલની સ્થાનિક બ્રાન્ડ પકડાવે છે. જ્યારે સવાર પાણી પીવા જાય છે, ત્યારે બાદલ ઝડપથી વચ્ચે આવે છે અને સ્થાનિક બ્રાન્ડનું પાણી પીવું જોખમકારક હોઈ શકે છે એવું સમજાવીને ઓરિજિનલ બિસ્લેરીનું વેચાણ કરતી લારી પાસે જાય છે. પછી ઊંટ કહે છે, ‘સમજદાર બિસ્લેરી પીતે હૈ.’
અન્ય એક ટીવીસી આગામી અઠવાડિયે લાઇવ થશે, જેમાં ઊંટથી ભરેલા એક વર્ગખંડમાં શિક્ષકોની હાંસ ઉડાવતો જોવા મળે છે. શિક્ષકે ઊંટને ગેરવર્તણૂંક કરવા બદલ સજા કરી હતી. પછી જેવા શિક્ષક કુંજામાંથી પાણીનો ગ્લાસ ભરવા આગળ ઝૂકે છે, એવો આખો વર્ગ હસવા લાગે છે, કારણ કે તેઓ શિક્ષકને પીવાના પાણીની અનુચિત રીત અપનાવતા જુએ છે. અગાઉ સજા મેળવલો ઊંટ પ્રોફેસરને બિસ્લેરીના કોન્ટેક્ટલેસ મિનરલ વોટરથી અજાણ હોવા બદલ ઠેકડી ઉડાવે છે. બિસ્લેરીની બોટલ હંમેશા સ્વચ્છ સ્થિતિમાં હોય છે.
આ નવા અભિયાન વિશે બિસ્લેરી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર અંજના ઘોષે કહ્યું હતું કે, “અમને સ્ક્રીન પર નવી રમૂજી વાર્તા કહેવા અમારા પ્રિય બ્રાન્ડ એમ્બેસેડરને સ્ક્રીન પર પરત લાવવાની ખુશી છે. બિસ્લેરી હંમેશા એના ઉપભોક્તાઓને કેન્દ્રમાં રાખે છે
તથા બ્રાન્ડે મહત્વપૂર્ણ જરૂરિયાતો પૂર્ણ કરીને, જાણકારી ઊભી કરીને અને સલામતી સુનિશ્ચિત કરીને વિવિધ સીમાચિહ્નો સર કર્યા છે. મિનરલ વોટર સેગમેન્ટમાં તમામ બોટલ્સ એકસરખી દેખાય છે, પણ ઉત્પાદનની પ્રક્રિયામાં મોટો ફરક હોય છે અને અમે અમે ઉપભોક્તાઓને એ બાબત સમજાવવાની જરૂરિયાત હોવાનું માનીએ છીએ અને તેઓ ઉચિત પસંદગી કરે એ માટે પ્રયાસ કરીએ છીએ.
ઉપભોક્તાને અનુકૂળ થઈને અમે બિસ્લેરી@ડોરસ્ટેપ સર્વિસ શરૂ કરી છે, જે ગ્રાહકોને સુવિધાની સાથે ઉચિત પસંદગી – બિસ્લેરી મિનરલ વોટર માટે પસંદ કરવાનું કારણ આપે છે તેમજ અભિયાન નવી થીમ પર ભાર મૂકે છે – સમજદાર બિસ્લેરી પીતે હૈ. ”
આ ટીવીસી બનાવનાર 82.5 કમ્યુનિકેશન્સના ઇસીડી અને ક્રીએટિવ હેડ (મુંબઈ)ના અનુરાગ ખંડેલવાલે કહ્યું હતું કે, “જ્યારે અગાઉના અભિયાનમાં અમારો સમજદાર ઊંટ જાણતો હતો કે, દરેક બોટલ બિસ્લેરી હોતી નથી, ત્યારે આ વખતે ઊંટ એ વાત પર ભાર મૂકશે કે કેટલીક વાર માણસો સાચી બોટલ વોટર પસંદ કરવામાં બેદરકારી દાખવી શકે છે. ઉપરાંત મનુષ્યો પર હસતાં અમારા ઊંટ એ હકીકત પર ભાર મૂકશે કે બિસ્લેરી ઘણી સારી પસંદગી છે.”
બિસ્લેરીના મિનરલ વોટરની દરેક બુંદ વૈજ્ઞાનિક રીતે એડવાન્સ, ઉત્પાદન સુવિધામાં 10-સ્ટેપની ક્વોલિટી પ્રક્રિયામાંથી પસાર થાય છે, જે અતિ અત્યાધુનિક છે. ઉપરાંત પાણી એના ઉત્પાદનના વિવિધ તબક્કાઓમાં 114 ક્વોલિટી ટેસ્ટમાંથી પસાર થાય છે અને આ તબક્કામાં સ્વાસ્થ્ય માટે ગુણકારક ખનિજો ઉમેરાય છે.
બિસ્લેરી મિનરલ વોટર મિનરલાઇઝેશનની પ્રક્રિયામાંથી પસાર થાય છે, જેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા આવશ્યક ખનીજો પાણીમાં ઉમેરાય છે, જે સ્વાસ્થ્ય માટે ગુણકારક છે. ઉપરાંત આ સુનિશ્ચિત કરે છે કે, ઉત્પાદન અને પેકેજિંગ સંપૂર્ણપણે કોન્ટેક્ટલેસ રીતે થાય છે, જેમાં સલામતી અને શુદ્ધતાના ઊંચા ધારાધોરણો પૂર્ણ કરવામાં આવે છે.