બિહારઃ વીજળી પડવાથી એક જ પરિવારના ત્રણ લોકોના મોત
પૂર્ણિયા, બિહારના પૂર્ણિયામાં આકાશીય વીજળી પડતાં એક પરિવારમાં માતમ છવાઇ ગયો છે. ઘટનાને પગલે એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયાં છે. જણાવવામાં આવી રહ્યુ છે કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. ઉત્તરી બિહારના કેટલાય વિસ્તારોમાં વરસાદની સાથોસાથ વીજળી પડવાનું અલર્ટ પણ જાહેર કરાયું છે. રાજ્યના ૧૧ જિલ્લા માટે અલર્ટ જાહેર થયું છે. બિહારમાં આગલા ૭૨ કલાક દરમિયાન કેટલાય વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.
પૂર્ણિયાના ધમદાહા પોલીસ સ્ટેશનના સિંઘાડાપટ્ટી ગામની જણાવવામાં આવી રહી છે. જાણકારી મુજબ કૈલાશ મંડળ તેમના પુત્ર દિલખુશ કુમાર અને વહુ નિભા દેવી ઘરમાં જ હતાં. તેજ વરસાદ દરમિયાન આકાશીય વીજળી પડતાં ત્રણેય લોકોના મોત થયાં છે. એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી આખા ગામમાં માતમ છવાયો છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ બાદ પરિજનોને સોંપી દેવામાં આવ્યા છે.
નેપાળના તરાઇ ક્ષેત્ર અને ઉત્તર- પૂર્વી બિહારના જિલ્લા સુપૌલ, અરરિયા, સહરસા, મધુબની, પૂર્ણિયા, કિશનગંજ, મધેપુરા, સીતામઢી, દરભગા, સમસ્તીપુર અને કટિહારમાં મૂશળધાર વરસાદની સાથે જ આકાશીય વિજળી પડવાની સંભાવના જતાવી છે.