Western Times News

Gujarati News

બિહારનાં એક જ પરિવારનાં ૨૨ સભ્યોને કોરોના થયો

પરિવારમાં પુત્રના લગ્ન હતા, જેમાં પરિવાર અને આસપાસના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો

નવી દિલ્હી, બિહારનાં જમુઇ ગામમાં કોરોના સંક્રમિતોનો આંકો સતત વધી રહ્યો છે. સરકારની ગાઇડલાઇનનાં ઉલ્લંઘન કરતાં વિભિન્ન પ્રકારનાં આયોજન સંક્રમણ ફેલાવવાંનું કારણ બની રહ્યાં છે. તેનું આ તાજુ ઉદહારણ છે. જમુઇ જિલ્લામાં લક્ષ્મીપૂર પ્રખંડ વિસ્તારનાં દિગ્ધી ગામનો છે.

જ્યાં તપાસ બાદ આવેલાં રિપોર્ટમાં એક સાથે ૨૨ લોકો કોરોના સંક્રમિત થયા છે. જ્યારે એક સંક્રમિત વ્યક્તિ નું નિધન ઇલાજ દરમિયાન પટનામાં થઇ ગયુ છે. કહેવાય છે કે જે વ્યક્તિનું કોરોનાથી નિધન થયુ છે તેનું નામ વિદ્યાભૂષણ ઉર્ફે લલન મંડલ હતું. તેનાં દીકરા છોટૂનાં લગ્ન ૨૬ એપ્રિલનાં હતાં.

લગ્નમાં તેનાં પરિવાર અને આસપાસનાં લોકોએ ભાગ લીધો હતો. જે બાદ ઘરનાં મુખિયાની તબિયત બગડી હતી. અને તેને ઇલાજ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેનાં મોત બાદ જ્યારે આખા ટોળાની કોરોના તપાસ કરવામાં આવી તો તેમાંથી ૨૨ લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતાં.

જે બાદ દિગ્ધીનું મેઇન બજાર અને રસ્તાઓ સુનસાન છે. કોઇ દુકાનો પણ ખુલી નથી. મળતી માહિતી પ્રમાણે, લગ્નમાં શામેલ થવાં પરિવારનો જમાઇ બોકારોથી આવ્યો હતો. જેને શરદી, ખાંસી અને ભારે તાવ હતો. હાલમાં તો દિગ્ધી ગામે સ્વયંભૂ બંધ પાડી દીધુ છે. જરૂરી સામનની દુકાનો સીવાય ત્યાં કંઇ જ ખુલ્લુ નથી.

ગામવાળાનું કહેવું છે કે, સંક્રમણને જાેતા લગ્ન ટાળી દેવા જાેઇતા હતાં. ગામનાં લોકો હવે સંપૂર્ણ ગામનાં લોકોની તપાસ થાય અને ગામ સેનેટાઇઝ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે. તો આ મામલે લક્ષ્મીપૂર રેફરલ હોસ્પિટલનાં પ્રભારી ડો. ધીરેન્દ્ર કુમાર ધુસિાયનું કહેવું છે કે, ગામમાં કોરોનાથી એકનાં મોત અને તે જ પરિવારનાં ૨૨ લોકો સંક્રમિત આવ્યાં છે.

તેથી અન્ય લોકોની પણ તાપસનાં આદેશ આપી દેવામાં આવ્યાં છે. લગ્ન બાદ કોરોના ફેલાવવાં અંગે પ્રભારીએ જણાવ્યું કે, આ પ્રકરાનાં આયોજનથી સંક્રમણ ઝડપથી ફેલાય છે કારણ કે ભીડ અને લાપરવાહી વધી જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.