બિહારના IPSની ૨૭ વર્ષમાં ૨૧ વાર બદલી
હરિયાણા: હરિયાણાના ૧૯૯૧ની બેચના આઈએએસ અધિકારી ખેમકા વારંવાર થતી તેમની બદલીઓના કારણે લાઈમ લાઈટમાં આવ્યા હતા.
ખેમકાની અત્યાર સુધીમાં ૫૨ વખત બદલી થઈ ચુકી છે અને તેના પર તેમણે પોતાનુ દુખ પણ શેર કર્યુ હતુ.આવુ જ કંઈક બિહારના એક આઈપીએસ ઓફિસર સાથે થઈ રહ્યુ છે. મુંગેર રેન્જના ડીઆઈજી રહી ચુકેલા મહોમ્મદ શફીઉલ હકે પોતાના વિદાય સમારોહમાં ભાવુક થઈને કહ્યુ હતુ કે, ૨૭ વર્ષમાં મારી ૨૧ વખત બદલી થઈ છે. કારણકે મારો કોઈ ગોડફાધર નથી.
બદલી થયા બાદ વિદાય સમારોહમાં તેમણે કહ્યુ હતુ કે, હું અહીંથી સારા મૂડમાં નથી જઈ રહ્યો. વારંવાર ટ્રાન્સફર યોગ્ય નથી. ૨૭ વર્ષમાં ૨૧ વખત મારી બદલી થઈ છે. જાેકે હું જનતાનો નોકર છું અને જ્યાં જઉં છુ ત્યાં કામ કરવા માટે જઉં છું.
ટ્રાન્સફર તો નોકરીનો ભાગ છે પણ કામ કરવાનો મોકો મળવો જરૂરી છે. બહુ ઓછા સમયમાં મેં અહીંયા લોકોને ન્યાય અપાવવાનુ કામ કર્યુ છે. પોલીસ જનતાની નોકરી માટે છે તે દરેકે યાદ રાખવુ જાેઈએ. મુંગેરમાં થયેલા ટ્રિપલ મર્ડર અંગે તેમણે કહ્યુ હતુ કે, આ શરમજનક ઘટના હતી અને પોલીસની નજર સામે લોકોના ટોળાએ પિતા પુત્રની હત્યા કરી દીધી હતી. પોલીસે તેમને બચાવવા જાનની બાજી લગાવવાની જરૂર હતી.