બિહારના પશ્ચિમી વિસ્તારના અનેક હાર્ડકોર નકસલી ચુંટણી લડવાની તૈયારીમાં
મુઝફફરપુર: બિહારના સાહેબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની પોલીસના હાથ ઝડપાયેલા યુવકોની પુછપરછમાં અનક ખુલાસો થયા છે. તે લોકોએ પોલીસને બતાવ્યું છે કે તે પશ્ચિમ વિસ્તારના અનેક હાર્ડકોર નકસલીઓને ઓળખે છે તે તેમના સંપર્કમાં પણ હતાં. નકસલીઓના હથિયારો પણ છુપાવતા હતાં.આથી પોલીસે હથિયારો કબજે કરવા માટે દરોડા પાડયા હતાં પરંતુ કોઇ પુરાવા મળ્યા ન હતાં. ત્યારબાદ ત્રણેય યુવકોને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતાં અને તેમને ન્યાયિક હિરાસતમાં મોકલી આપ્યા છે.
પોલીસ સુત્રોનું માનીએ તો પશ્ચિમી વિસ્તારના અનેક નકસલી પંચાયત ચુંટણી લડવાની તૈયારીાં છે તે આ યુવકોના માધ્યમથી ફંડ પણ એકત્રિત કરી રહ્યાં હતાં આ ઉપરાંત પોતાના ક્ષેત્રની મોટી વસ્તીને જાેડવામાં પણ તેમની મદદ લઇ રહ્યાં હતાં જેથી ચુંટણી મેદાનમાં ઉતરવામાં મદદ મળે પોતાની તસવીર સમાજસેવીની જેમ બનાવવા તેઓ ઇચ્છે છે. પોલીસે ત્રણ યુવકોથી નકસલીઓના નામ અને તેમની ગતિવિધોની પણ માહિતી લીધી હતી તેના આધાર પર આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એ યાદ રહે કે સાહેબગંજ પોલીસે બાઇક ચેકિંગ દરમિયાન ત્રણ યુવકોને પકડયા હતાં તેમની નકસલી રમેશ પાસવાનની કારબાઇનની સથે સોશલ મીડિયા પર ફોટો વાયરલ થઇ હતું રમેશ બે વર્ષ પહેલા પોલીસ અથડામણમાં માર્યો ગયો હતો.