બિહારના પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાંડેય હવે કથાવાચક બન્યા
મથુરા: બિહારના પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાંડેય હવે અધ્યાત્મનો પહેરવેશ પહેરી કથાવાચક બની ગયા છે.તેમણે ઉત્તરપ્રદેશના મથુરા જનપદમાં વૃંદાવનના એક આશ્રમમાં સાવનના પહેલા દિવસે કથાવાચનની શરૂઆત કરી હતી. સતત ચર્ચામાં રહેતા પૂર્વ આઇપીએસ અધિકારી સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ પહેલા રાજનીતિમાં હાથ અજમાવી ચુકયા છે.
અહીના એક આશ્રમમાં તેઓ કથાવાચન કરી રહ્યાં હતાં તેમનું કથાવાચન સાંભળવા માટે કેન્દ્રીય રાજયમંત્રી અશ્વિની ચૌબે અને ઉત્તરપ્રદેશ શ્રમ કલ્યાણ બોર્ડના અધ્યક્ષ સુનીલ ભરાલા પણ પહોંચ્યા હતાં. આ ઉપરાંત બિહારના અરરિયા વિસ્તારના સાંસદ પ્રદીપ સિંહ પણ હાજર રહ્યાં હતાં.
આ પહેલા પૂર્વ ભાગવત પ્રવકતા શ્યામ સુંદર પારાશરે વૈદિક મંત્રોચ્ચારની સાથે વિધિવત પુજન કરાવ્યું હતું પાંડેયે ભાગવત કથા વાંચતા પહેલા પત્રકારોને જણાવ્યું હતું કે રાજનીતિ માટે જે ગુણ હોવા જાેઇએ તે ગુણ મારામાં નથી જયારે અધ્યાત્મના ગુણ મને બાળપણથી મળ્યા છે. હવે તેમણે આધ્યાત્મિક ગુણોને જ પોતાના બાકીના જીવનનો લક્ષ્યાંક બનાવ્યો છે. પાંડેયે કહ્યું કે તેમનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો છે આથી સનાતની પરિવેશમાં રહેવાનો અનુભવ શરૂઆતથી જ છે અયોધ્યાથી કથા પ્રવચનની પુરૂ શિક્ષણ લઇ તે અધ્યાત્મના માર્ગ પર ચાલી નિકળ્યા છે.