બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝી કોરોના સંક્રમિત
પટણા, બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હમ પાર્ટીના અધ્યક્ષ જીતન રામ માંઝી કોરોના વાયરસથી સંક્રમિત થયા છે પૂર્વ મુખ્યમંત્રીએ ટ્વીટ કરી કોરોનાથી સંક્રમિત હોવાની માહિતી આી માંઝીએ ટ્વીટ કરી લખ્યું આજે મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે ગત એક અઠવાડીયામાંં જે પણ લોકો મારા સંપર્કમાં આવ્ય છે તેને વિનંતી છે કે મહેરબાની કરી તે પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે.
જયારે દેશના અન્ય રાજયોની જેમ બિહારમાં કોરોના સંક્રમણના મામલા દિવસે દિવસે વધી રહ્યાં છે રવિવારે રાજયમાં ૫૦૦થી વધુ કોરોનાના કેસ આવ્યા હતાં આ દરમિયાન પાંચ દર્દીઓના સંક્રમણને કારણે મોત પણ થયા હતાં.
બિહારમાં કોરોના વાયરસ મહામારીથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા વધીને ૨,૪૩,૨૪૮ થઇ ગઇ છે જયારે કોવિડ ૧૯થી જીવ ગુમાવનારા દર્દઓની સંખ્યા વધીને ૧૩૨૧ થઇ ગઇ છે. રાજમયાં કોરોનના સક્રિય મામલાની સંખ્યા ૫,૧૮૯ થઇ ગઇ છે.HS