Western Times News

Gujarati News

ભાગલપુરમાં બોટ પલટતા પાંચના નિપજ્યા કરૂણ મોત

પટણા, બિહારના ભાગલપુરમાં સૌથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં બોટ પલટતા પાંચ લોકોનાં કરૂણ મોત નીપજ્યાં છે, જ્યારે ઘણા લોકો ગાયબ હોવાનું જાણવા મળ્યું છે. આ બોટ પર 100 લોકો સવાર હતા. ઉલ્લેખનીય છે કે આ ગમ્ખવાર અકસ્માત નૌગાછીયાના કરારી તીનટંગા દિયારામાં સર્જાયો હતો. ગંગાની ઉપધારામાં બોટ પલટી ખાઈ ગઈ હતી. નોંધનીય છે કે આ બોટમાં ખેતરમાં મજૂરી કામ કરનારા લોકો સવાર હતા.

નોંધપાત્ર છે કે સૂત્રો પાસેથી અહેવાલ પ્રાપ્ત થયા છે કે આ બોટમાં 100 લોકો સવાર હતા. ઘટનાની જાણ થતા એસડીઆરફની ટીમ રવાના થઈ ગઈ છે. અત્યાર સુધી પાંચ લાશો મળી આવી છે, જ્યારે 15 લોકોની હાલત ગંભીર છે.ઉલ્લેખનીય છે કે અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે ગુરુવાર સવારે તિનટંગાથી ઘણા લોકો દિયારા જવા માટે બોટથી નિકળ્યા હતા.

નોંધનીય છે કે આ બોટમાં મહિલાઓ પણ શામેલ હતી. ઉલ્લેખનીય છે કે બોટ બહિયાર ઘાટથી રવાના થઈ ત્યારે હાલાત સામાન્ય હતા. જેવી બોટ દર્શનિયા ઘાટ તરફ પહોંચી ત્યારે પાણી ઝડપી પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આ પ્રવાહમાં ફસાઈ જવાને કારણે બોટ પલ્ટી ખાઈ ગઈ, આ દુર્ઘટના સર્જાઈ ત્યારે 100 લોકો બોટ પર સવાર હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.