બિહારના યુવા પત્રકારની ક્રુર હત્યા કરવામાં આવી

Files Photo
પટણા, બિહારના પૂર્ણિયામાં એક સ્થાનિક પત્રકાર અને જિલ્લા પરિષદના પૂર્વ સભ્યની હત્યા પછી હવે એક પત્રકારની હત્યાની ઘટના સામે આવી છે. ૨૨ વર્ષના યુવા પત્રકાર તેમજ આરટીઆઈ કાર્યકર્તાનો મૃતદેહ મધુબની જિલ્લાના એક ગામ પાસે રોડના કિનારે અડધી સળગેલી અવસ્થામાં મળી આવ્યો છે.
આ ઘટના સામે આવ્યા પછી સ્થાનિક લોકોમાં આક્રોશ જાેવા મળી રહ્યો છે. આ ઘટના માટે રાજ્યના મેડિકલ માફિયાને જવાબદાર માનવામાં આવે છે. મૃતકની ઓળખ બુદ્ધિનાથ ઝા તરીકે થઈ છે, જેમને અવિનાશ ઝા પણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક સ્થાનિક ન્યુઝ પોર્ટલમાં પત્રકાર તરીકે કાર્યરત હતા.
૨૨ વર્ષના આ યુવા પત્રકાર અને આરટીઆઈ કાર્યકર્તાએ પોતાના રિપોર્ટમાં ફેક મેડિકલ ક્લિનિક બાબતે અનેક ખુલાસા કર્યા હતા.