બિહારના સમસ્તીપુરમાં ઝેરી દારૂથી ૩ લોકોનાં મોત

પ્રતિકાત્મક
સમસ્તીપુર, સમસ્તીપુર જિલ્લાના હથોરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બલ્લીપુર ગામમાં ત્રણ લોકોના શંકાસ્પદ હાલતમાં મોત થયા હતા. કેટલાક લોકો બીમાર પડ્યા હોવાની પણ ચર્ચા છે. દરેક વ્યક્તિની સારવાર ગુપ્ત રીતે થઈ રહી છે. જેમાંથી કોઈ વિશે સ્પષ્ટપણે પુષ્ટિ મળી નથી.
ચર્ચા મુજબ ગામમાં જ લગ્ન સમારંભમાં બધાએ દારૂ પીધો હતો. મૃત્યુ પામેલા ત્રણેય શ્રમિક વર્ગના લોકો છે. એકનું મોત ગામમાં જ થયું હતું, જ્યારે એકનું સદર હોસ્પિટલમાં અને બીજાનું સારવાર માટે પટના લઈ જતી વખતે મોત થયું હતું. મૃતકના પરિવારજનોએ તાત્કાલિક ગામમાં અંતિમ સંસ્કાર કર્યા હતા, જ્યારે મૃતકનું પોસ્ટમોર્ટમ સદર હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.
મોડી સાંજ સુધી ગામમાં ત્રીજા મૃતકની લાશની રાહ જાેવાઈ રહી હતી.ત્રણેયના મોત ઝેરી દારૂ પીવાથી થયા હોવાની ગામના લોકોમાં ચર્ચા છે. આ અંગેની માહિતી મળતાં જ ડીએમ શશાંક શુભંકર અને એસપી માનવજીત સિંહ ધિલ્લોન પણ સાંજે પહોંચી ગયા અને પરિવારજનો અને ગામના લોકો પાસેથી માહિતી લીધી. ડીએમએ કહ્યું કે દારૂના કારણે મોત થયાની ચર્ચા છે. પરંતુ મામલાની તપાસ બાદ જ કંઇક સ્પષ્ટ કહી શકાશે.HS