બિહારની ઘટનાઃપરીક્ષા દરમિયાન પ્રસવપીડા, ૨૦ કલાક બાદ સેન્ટર પર પહોંચી ફરી પરીક્ષા આપી

પટણા, બિહારના મધેપુરામાં ગુરુવારે ધોરણ-૧૦ની પરીક્ષા આપવા પહોંચેલી વિદ્યાર્થિની રેણુને પ્રસવપીડા ઉપડી. હોસ્પિટલમાં સુરક્ષિત પ્રસૂતિ બાદ તેણે જુસ્સો બતાવી માત્ર ૨૦ કલાકમાં શુક્રવારે ફરી પરીક્ષાકેન્દ્ર ખાતે પહોંચીને સેકન્ડ શિફ્ટમાં પરીક્ષા આપી.
રેણુના ચહેરા પર પ્રસૂતિ પછીની પીડાની સાથોસાથ પરીક્ષા આપ્યાનો જુસ્સો પણ દેખાઇ રહ્યો હતો. શુક્રવારે રેણુ તેની માતા અને નવજાત શિશુ સાથે પરીક્ષાકેન્દ્ર પર ફરી પરીક્ષા આપવા પહોંચી તો અન્ય પરીક્ષાર્થીઓ તથા તેમના વાલીઓએ પણ તેના જુસ્સાની પ્રશંસા કરી. રેણુએ કહ્યું કે તેણે આ પરીક્ષા માટે પૂરી તૈયારી કરી હતી અને તે આ વખતે પરીક્ષા ન આપે તો ખોટું એક વર્ષ બગડે.HS