બિહારની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રી: ત્રીજા મોર્ચાની શક્યતાઓ પ્રબળ બની
પટના, સાંસદ ઓસદુદ્દીન ઓવૈસીની પાર્ટી અલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન(AIMIM) અને પૂર્વ સાંસદ દેવેન્દ્ર યાદવની પાર્ટી સમાજવાદી જનતા દળ(ડેમોક્રેટિક) મળીને સંયુક્ત જનતાંત્રિક સેક્યુલર ગઠબંધન(UDSA) બનાવ્યા બાદ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજા મોર્ચાની શક્યતા પ્રબળ બની છે. જો કે હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ નથી કે કોઈ અન્ય દળ આ ગઠબંધનમાં આવી રહ્યાં છે કે નહી.
બિહારમાં વિધાનસભાની ચૂંટણીમાં AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અને પૂર્વ સાંસદ યાદવે આ વિધાનસભા ચૂંટણીમાં બિહારમાં એન્ટ્રી સાથે જ કહ્યું કે, બિહારમાં વિપક્ષ પોતાનું કર્તવ્ય નથી નિભાવી રહ્યું છે. આ સિવાય અન્ય સામાન વિચારધારાવાળી પાર્ટીઓ સાથે આવવાનું નિમંત્રણ આપીને તે સંકેત આપ્યા છે કે બંન્ને નેતાઓની નજર ત્રીજા મોર્ચા પર છે.
કહેવામાં આવ્યા છે કે, બિહારમાં વિપક્ષી દળોના મહાગઠબંધનમાં સામેલ નાના દળો અત્યાર સુધીમાં સીટોની વહેંચણી નહી થવા તથા ગઠબંધનમાં સ્થિતિ સ્પષ્ટ નહી થવાના કારણે નારાજ છે. એવામાં નક્કી માનવામાં આવી રહ્યું છે કે હાલની રાજકિય સ્થિતિનો ફાયદો ઉઠાવવાનો ઓવૈસી પાસે સારો મોકો છે.