બિહારની ૯૪ વિધાનસભાની ચુંટણીમાં સરેરાશ ૫૦ ટકા મતદાન
પટણા, બિહાર વિધાનસભા ચુંટણી ૨૦૨૦ના બીજા તબક્કામાં ૧૭ જીલ્લાની ૯૪ વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું આ તબક્કામાં ૧૪૬૩ ઉમેદવારોનું ભાવિ મતદારોએ ઇવીએમ મશીનમાં સીલ કરી દીધુ છે. બીજા તબક્કામાં પશ્ચિમ ચંપારણ પૂર્વી ચંપારણ શિવહર સીતામઢી મધુબની દરભંગા મુઝફફરપુર હગોપાલગંજ સિવાન છપરા વૈશાલી સમસ્તીપુર બેગુસરાય ખગડિયા ભાગલપુર નાલંદા અને પટણામાં મતદાન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના નેતાઓએ ભારે મતદાન કરવા મતદારોને અપીલ કરી હતી.
સવારે જયારે મતદાન થયું ત્યારે સૌ પ્રથમ મતદાન રાજયપાલ ફાગુ ચૌહાણે કર્યું હતું મોટાભાગના નેતાઓ જેવા કે નીતીશકુમાર, સુશીલ મોદી નિત્યાનંદ રાય ચિરાગ પાસવાન રાબડીદેવી અને તેજસ્વી યાદવે મતદાન કેન્દ્ર પર જઇને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
બિહારની બીજા તબક્કાની ચુંટણીઓમાં એકદરે ૫૦ ટકા જેટલું મતદાન થયું હતું. કેટલાક મતદાન કેન્દ્રોમાં ઇવીએમ મશીનમાં ગડબડીના અહેવાલો મળ્યા હતાં જાે કે ચુંટણી પંચ દ્વારા તેને બદલીને મતદાન શરૂ કરવામાં આવ્યું હતું કેટલીક જગ્યાઓએ ઉમેદવારોના ટેકેદારો વચ્ચે ઝપાઝપીના બનાવો બનવા પામ્યો હતો જાે કે કોઇ મોટી અપ્રિય ધટના બની ન હતી અને મતદાન શાંતિપૂર્ણ સંપન્ન કરાવવામાં આવ્યું હતું.
કેટલાક મતદાન મથકો પર મતદાન શરૂ થાય તે પહેલા જ મતદારોની લાઇનો જાેવા મળી હતી મહિલાઓ અને પ્રથમવાર મતદાન કરી રહેલા મતદારોમાં મતદાનને લઇ ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો હતો.ગોપાલગંજમાં ચુંટણી નિયમોના ભંગનો મામલો સામે આવ્યો છે. મતદાન કરનારા આવેલ અનેક લોકો મોબાઇલથી ઇવીએમની તસવીરો લઇ સોશલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યાં હતાં. નિયમ અનુસાર મતદાન કેન્દ્ર પર મતદારોને મોબાઇલ સાથે લઇ જવાની મંજુરી હોતી નથી દરમિયાન બેગુસરાયમાં ગ્રામીણોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે કહેવાય છે કે ગ્રામીણ વિસ્તારમાં પુલ નહીં બનાવવાથી નારાજ છે અને આથી મતદાનનો બહિષ્કાર કરી સરકાર પ્રત્યે નારાજગી વ્યકત કરી હતી. નાલંદામાં મતદાન કેન્દ્ર બહાર મતદાન કરવા ઉભેલા એક મતદારનું મોત થયુ હતું.
બીજા તબક્કામાં ૯૪ બેઠકો માટે કુલ ૧૪૬૩ ઉમેદવારો ચુંટણી મેદાનમાં હતાં તેમાં ૧૩૧૬ પુરૂષ,૧૪૬ મહિલા અને એક થર્ડ જેંડર ઉમેદવાર સામેલ હતાં જેમનું ભાગ્ય સીલ થયું છે. બીજા તબક્કામાં જે મુખ્ય નેતાઓનું ભાવી મતદારો ઇવીએમ મશીનમાં સીલ કર્યા છે તેમાં તેમાં ચાર મંત્રી પટણા સાહિબથી નંદ કિશોર યાદવ, મધુબનથી રાણા રણધીર સિંહ નાલંદાથી શ્રવણકુમાર અને હથુઆથી રામસેવક સિંહ, તથા કુમ્હરારથી અરૂણ સિન્હા,ચેરિયા બરિયાપુરથી મંજુ વર્મા,રાધોપુરથી તેજસ્વી યાદવ હસનપુરથી તેજપ્રતાપ સિંહ યાદવ સહિત અનેક મુખ્ય નેતાનો સમાવેશ થાય છે.
બીજા તબક્કામાં જદયુના ૪૩,ભાજપના ૪૬ કોંગ્રેસના ૨૪ રાજદના ૫૬ લોજપાના ૫૨ રાલોસપા ૩૬ સીપીઆઇ ૪ સીપીએમ ૪ બસપા ૩૩ અને એનસીપીના ૨૯ ઉમેદવારો મેદાનમાં હતાં હવે જાેવાનું છે કે મતદારો કોને જીત અપાવે છે.HS