બિહારમાં ઉમેદવાર ભેૈંસ પર બેસી પ્રચાર કરી રહ્યાં છે
ગયા, બિહારમાં વિધાનસભા ચુંટણીના અલગ અલગ રંગ જાેવા મળી રહ્યાં છે નેતા પરેશાન છે અને મતદારો શાંત. એક એક મત પોતાના પક્ષમાં કરવા માટે ઉમેદવારો ખુબ પ્રયાસ કરી રહ્યાં છે.આ દરમિયાન ગયા શહેર વિધાનસભા વિસ્તારમાંથી રાષ્ટ્રીય ઉલેમા કાઉસિલના ઉમેદવાર મોહમ્મદ પરવેજ આલમ ચર્ચામાં આવ્યા છે કારણ કે તે પોતાનો પ્રચાર ભૈંસ પર બેસીને કરી રહ્યાં છે.
પરવેજને ભૈંસ પર બેસી પ્રચાર કરવાનો એક લાભ વધુ મળી રહ્યો છે.તે જયાં પણ તેના પર બેસીને જાય છે ત્યાં લોકોની ભીડ એકત્રિત થઇ થાય છે અને તે પોતાના વાત સરળતાથી કરી શકે છે. આથી તેમને ભીડ એકત્રિત કરવામાં મહેનત કરવી પડી રહી નથી.
જાે કે તેઓ ખુદ તેનો ઇન્કાર કરી રહ્યાં છેકે તેમણે ભીડ એકત્રિત કરવા માટે ભૈંસનો સહારો લીધો છે. પરવેજનું સ્પષ્ટ કહેવુ છે કે મારી પાસે ભૈંસ છે આથી હું ભૈંસ પર બેસીને પ્રચાર કરી રહ્યો છે. જાે જીતશો તો શું ભૈંસ પર બેસીને જ વિધાનસભા પણ જશો તેવા સવાલના જવાબમાં પરવેજ સ્પષ્ટ જવાબ આપ્યો નહીં પરંતુ ફકત એટલું જ જણાવ્યું હતું કે સમય આવવા દો ૧૦ નવેમ્બરે જીતની ઉજવણી કરી લેવા દો તેમણે કહ્યું કે મારી પાસે મોંધી કાર ખરીદવા માટે પૈસા નથી મારા પાસે સંપત્તિના નામ પર ભૈંસ છે જેની પાસે કાર હોય છે તે કારમાં પ્રચાર કરે છે. મારી પાસે ભૈંસ છે તો તો હું ભૈંસ પર જવું છું તેમણે દાવો કર્યો કે તે આ ચુંટણીમાં એક લાખથી પણ વધુ મતોથી વિજય હાંસલ કરશે.HS