બિહારમાં એક વધુ મોટા નેતાઓ રાજદ છોડી દીધી

નવીદિલ્હી, બિહાર ચુંટણી પહેલા રાજદમાં તેમના નેતાઓનો પાર્ટી છોડવાનો સિલસિલો હજુ ચાલુ છે. નવો મામલો રાજદના પ્રદેશ મહામંત્રી સતીશ ગુપ્તાનો છે સતીશ ગુપ્તાએ રાજદના પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ પ્રધાન મહાસચિલને મોકલેલ પોતાના રાજીનામામાં આરોપ લગાવ્યો છે કે રાજદમાં હવે વિચારધારાથી વધુ લાભ હાનીની ધારા ચાલી રહી છે જેમાં તે ખુદને યોગ્ય અનુભવી રહ્યાં નથી.
સતીશ ગુપ્તાએ પાર્ટીના પ્રદેશ મહામંત્રીની સાથે જ રાજય સંસદીય બોર્ડના સભ્ય અને પક્ષના પ્રાથમિક સભ્ય તરીતે પણ રાજીનામુ આપી દીધુ છે સતીશ ગુપ્તા ગત ૩૦ વર્ષોમાં રાજદની સાથે જાેડાયેલ હતાં અને લાલુ પ્રસાદના નજીકના માનવામાં આવતા હતાં પોતાના રાજીનામામાં સતીશે લખ્યું છે કે તેમણે પોતાની ઉમ્રનો સ્વર્ણિમ દૌર રાજદની સાથે પસાર કર્યો છે પરંતુ હવે અનુભવ થઇ રહ્યો છે કે પાર્ટીમાં તેમના જેવા ઇમાનદાર અને સમર્પિત લોકોની ઉપેક્ષા થઇ રહી છે.
તેમણે કહ્યું કે રાજદે કયારેય પણ સ્વર્ણકાર સમાજને કોઇ પણ ગૃહ માટે યોગ્ય સમજયા નથી માનવામાં આવે છે કે બિહારના વૈશ્ય સમાજને રાજદની સાથે જોડવામાં સતીશ ગુપ્તા અને રામચંદ્ર પૂર્વનો મોટું યોદગાન રહ્યું હાલના દિવસોમાં એ પણ જાેવામાં આવી રહ્યું છે કે લાલુ યાદવના નજીકના નેતાઓ હવે નવા નેતૃત્વની જવાબદારી સાંભળ્યા બાદ પાર્ટીથી મોહભંગ થઇ રહ્યો છે એ યાદ રહે કે પહેલાપાર્ટીના વરિષ્ઠ નેતા રધુવંશ પ્રસાદ સિંહે પણ પોતાના નિધન પહેલા રાજદના સભ્ય પદેથી રાજીનામુ આપી દીધી હતું આ ઉપરકાંત પણ પાર્ટીના અનેક મોટા નાના નેતા તાજેતરના દિવસોમાં પાર્ટીથી રાજીનામુ આપી ચુકયા છે.HS