બિહારમાં એનજીઓ કિચનમાં બોઇલર ફાટી જતા ૪નાં મોત
પટણા, બિહારના મોતિહારીમાં બોઇલર ફાટી જતા આજે સવારે મોટી દુર્ઘટના થઇ હતી. બોઇલર ફાટવાની આ ઘટનામાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે બિહારના મોતિહારીના સુગૌલી સ્થિત એનજીઓના રસોડામાં ભોજન બનાવતી વેળા બોઇલર ફાટવાની ઘટના બની હતી. આ રસોડામાં સ્કુલના વિદ્યાર્થીઓ માટે મિડ ડે મિલ બનાવવા માટેની કામગીરી ચાલી રહી હતી. માહિતી મળતાની સાથે જ તરત જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ઘાયલ થયેલા લોકોને તરત જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી દેવામા ંઆવ્યા હતા. બનાવના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે દહેશત ફેલાઇ ગઇ હતી. પોલીસ કાફલો અને અધિકારીઓ તરત જ પહોંચી ગયા હતા. બોઇલર ફાટવાની ઘટનાના મામલે તપાસ હાથ ધરવામા આવી છે. બોઇલર ફાટવાની ઘટનાના કારણ જાણવા પ્રયાસ ચાલી રહ્યા છે. બોઇલર ફાટવાની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવામાં આવી નથી. બિહાર સરકાર પણ આ ઘટનાના કારણે હચમચી ઉઠી છે.બનાવ બન્યા બાદ કર્મચારીઓમા પણ ઉત્તેજના ફેલાઇ ગઇ હતી.