બિહારમાં એનડીએની બેઠકોની ફાળવણી ટુંક સમયમાં કરી દેવાશે
પટણા, બિહારમાં ઓકટોબર નવેમ્બર મહીનામાં વિધાનસભા ચુંટણી થનાર છે રાજયમાં ભાજપ જનતાદળ યુનાઇટેડ જદયુ હિન્દુસ્તાની આવામ મોરચો હમ અને લોકજનશક્તિ પાર્ટી લોજપા સાથે મળી ચુંટણી લડનાર છે. એવામાં માનવામાં આવી રહ્યંુ છે કે એનડીએમાં બેઠકોની ફાળવણીની જાહેરાત આ અઠવાડીયામાં કરી દેવામાં આવે તેવી સંભાવના છે જાે કે એનડીએના સાથી પક્ષોના કેટલાક વર્તમાન ધારાસભ્યો પોત પોતાના વિસ્તારમાં ચુંટણી તૈયારીઓમાં લાગી ગયા છે ધારાસભ્ય સ્પષ્ટ કહેતા નથી પરંતુ તેમને આશા છે કે તેમને બીજીવાર ઉમેદવાર બનાવવામાં આવશે.
સુત્રોનું કહેવુ છે કે ગત દિવસોમાં ભાજપ અને જદયુના વરિષ્ઠ નેતાઓ વચ્ચે બેઠકોના તાલમેલ પર લગભગ સહમતિ બની ચુકી છે રાજનીતિના નિષ્ણાંતોનું કહેવુ છે કે જદયુ ભાજપની વચ્ચે આ રીતના બેઠકોના તાલમેલનો અર્થ સ્પષ્ટ છે કે ૨૦૧૦ની બિહાર વિધાનસભા ચુંટણીના ફોમ્ર્યુલા જ બેઠકોની ફાળવણી થઇ શકે છે આ કારણે માનવામાં આવી રહ્યું છે કે જદયુ ૧૧૯ અને ભાજપ ૧૦૦ બેઠકો પર ચુંટણી લડી શકે છે અન્ય બેઠકો માટે લોજપા અને હમ વચ્ચે તાલમેલ કરી શકાય છે.
સુત્રોનું કહેવુ છે કે વર્તમાનમાં સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે જેને કારણે તમામ પક્ષોના વરિષ્ઠ નેતા હાલમાં દિલ્હીમાં છે આથી બેઠકોના તાલમેલને લઇ ભાજપ અને જદયુના મોટા નેતાઓ વચ્ચે વરિષ્ઠ સ્તર પર બેઠક થઇ શકે છે. તમામ બેઠકો બાદ જયુના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રદેશના મુખ્યમંત્રી નીતીશકુમારની સહમતિ પર બેઠકોની ફાળવણીની જાહેરાત થાય તેવી સંભાવના છે.HS