બિહારમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર કારમાંથી સાડા આઠ લાખ મળ્યા
પટણા, બિહાર કોંગ્રેસ મુખ્ય કાર્યાલય સદાકત આશ્રમની પાસે ઉભેલી એક કારમાંથી ચુંટણી પંચી ફલાઇગ સ્કવોર્ડે સાડા આઠ લાખ રૂપિયા કબજે કર્યા છે ત્યારબાદ આવકવેરા વિભાગે કોંગ્રેસના નેતાઓથી લાંબી પુછપરછ કરી કાર્યાલય પર નોટીસ ચિપકાવી પાર્ટી પાસે જવાબ માંગ્યો છે. જે સમયે ટીમ પહોંચી તે સમયે સદાકત આશ્રમમાં કોંગ્રેસ મહામંત્રી રણદીપ સુરજેવાલા બિહાર પ્રભારી શક્તિસિંહ ગોહિલ સહિત બીજા અનેક નેતાઓ હાજર હતાં. જાે કે આ મામલે આવકવેરા વિભાગના અધિકારીઓએ વધુ માહિતી આપી ન હતી.
ચુંટણી પંચની ફલાઇગ સ્કવોર્ડને માહિતી મળી હતી કે સદાકત આશ્રમ પાસેથી કેટલાક લોકો મોટી રકમ લઇ નિકળનાર છે ત્યારબાદ ટીમે કાર્યવાહી કરતા આશ્રમની પાસેથી એક કારથી ત્રણ લોકોને પકડી લીધા હતાં તેમની પાસેથી સાડા આઠ લાખ રૂપિયા મળ્યા હતાં પુછપરછમાં આ લોકોએ કહ્યું કે તેઓ આ પૈસા કોઇ કોંગ્રેસી ઉમેદવારને આપવા માટે લઇ જઇ રહ્યાં હતાં.
ફલાઇગ સ્કવાડે તાકિદે મામલાની માહિતી આવકવેરા વિભાગના અધિકારીઓને આપી ત્યારબાદ આવકવેરા અધિકારીઓની એક ટીમે સદાકત આશ્રમ પહોંચી અને તેણે ત્યાં હાજર નેતાઓથી રકમની બાબતમાં પુછપરછ કરી. કોંગ્રેસે બિહાર પ્રભારી શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ચુંટણીમાં પોતાના પરાજય જાેઇ વિરોધી કોંગ્રેસની વિરૂધ્ધ કાવતરામાં લાગુ છે જે ગાડીથી પૈસા મળ્યા છે તેને કોંગ્રેસ સાથે લેવાદેવા નથી.HS