બિહારમાં કોંગ્રેસ તમામ સીટ પર એકલા હાથે ચૂંટણી લડશે

બિહાર, યુપી બાદ બિહારમાં પણ કોંગ્રેસનુ મહાગઠબંધન ખતમ થઈ ગયુ છે. મહાગંઠબંધન તુટવાની અટકળો તો કેટલાક દિવસથી થઈ જ રહી હતી પણ આજે ખુદ કોંગ્રેસ દ્વારા જ તેનુ એલાન કરવામાં આવ્યુ હતુ.
બિહાર કોંગ્રેસના પ્રભારી ભક્ત ચરણ દાસે કહ્યુ હતુ કે, બિહારમાં હવે કોંગ્રેસ મહાગઠબંધનમાં હિસ્સો નથી. આગામી લોકસભામાં તમામ ૪૦ બેઠકો પર કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે. તેમણે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, આજથી બિહારમાં મહાગઠબંધન ખતમ થઈ ગયુ છે.
બિહારના રાજકારણની દ્રષ્ટિએ આ બહુ મોટી જાહેરાત છે. કારણકે લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડી અને કોંગ્રેસ ત્રણ દાયકાથી એક બીજાની જાેડે છે. જાેકે આ સમયગાળામાં બે ત્રણ વખત એવુ બન્યુ હતુ કે, આ બંને પાર્ટીઓ એક બીજાથી અલગ થઈ હતી પણ તે બહુ ઓછા સમય માટે.
દરમિયાન બિહારના બાહુબલી નેતા ગણાતા પપ્પુ યાદવે પેટા ચૂંટણીમાં કોંગ્રેસને સમર્થન આપવાની વાત કરી છે. જેને કોંગ્રેસે આવકાર આપ્યો છે. એવુ મનાય છે કે, પપ્પુ યાદવે બનાવેલી અલગ પાર્ટીને ટુંક સમયમાં કોંગ્રેસમાં ભેળવી દેવામાં આવશે.SSS