બિહારમાં ચુંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરના ઘરમાં બુલ્ડોઝર ચાલ્યું

બકસર: બિહારના બકસરમાં પ્રશાસને ચુંટણી રણનીતિકાર અને જનતા દળ યુના પૂર્વ નેતા પ્રશાંત કિશોરના પૈતૃક ઘરની ચારદિવાલો તોડી નાખી છે.આ સાથે ઘરના બ્રહ્મ સ્થાનને પણ તોડી દેવામાં આવ્યું છે પ્રશાને આ કાર્યવાહી બાદ ખાલી થયેલ જમીન કબ્જામાં લઇ લીધી છે આ બાબતે હાલ પ્રશાંત કિશોરની કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી
મળતી માહિતી અનુસાર એનએચ ૮૪ને ફોર લેન બનાવવા માટે આદકાલ જમીન અધિગ્રહણની કાર્યવાહી ચાલી રહી છે આ ક્રમમાં જાણીતા ચુંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરના પૈતૃક ઘરનો કેટલોક હસ્સો અધિગ્રહણ કરવામાં આવ્યો છે. બુલ્ડોઝરની સાથે પહોંચેલ અધિકારીઓ કર્મચારીઓએ પ્રશાંત કિશારોના ઘરની ચાર દિવસો અને બ્રહ્મ સ્થાનને ધ્વસ્ત કરી દીધું છે આ ઘટના જાેવા માટે લોકોની ભીડ એકત્રિત થઇ ગઇ હતી.
અધિકારીઓએ નિર્દેશ આપ્યો અને ૧૦થી ૧૫ મિનિટની અંદર કાર્યવાહી પુરી કરી લેવામાં આવી પ્રશાંત કિશોરના રની ચાર દિવસ અને ગેટને તોડી દેવામાં આવ્યું ત્યારબાદ બ્રહ્મસ્થાન પર બુલ્ડોઝર ચાલ્યું આ દરમિયાન કોઇએ પુરી કાર્વાહીનો કોઇ વિરોધ કર્યો નહીં જાે કે કાર્યવાહી દરમિયાન કેટલાક લોકો વચ્ચે અધિકારીઓએ પોતાના તરફથી ચાર દિવસો અને ગેટ તોડવાનું કારણ સ્પષ્ટ કરી દીધુ હતું
બકસરમાં પ્રશાંત કિશોરનું આ મકાન તેમના પિતા શ્રીકાંત પાંડેયે બનાવ્યું હતું પ્રશાંત અહીં રહેતા નથી મળતી માહિતી અનુસાર તેમણે હજુ સુધી આ જમીનનું વળતર પણ લીધુ નથી પ્રશાસનનું કહેવુ છે કે પુરી કાર્યવાહી નિયમો હેઠળ કરવામાં આવી છે.
પ્રશાંત કિશોર કયારેક મુખ્યમંત્રી નીતીશકુમારના ખુબ નજીકના રહ્યાં છે તે તેમના ચુંટણી રણનીતિકાર માનવામાં આવતા હતાં નીતીશે તેમને જદયુમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા હતાં તેમને કેબિનેટનો દરજજાે પણ અપાવ્યો હતો પરંતુ બાદમાં એનઆરસીના મુદ્દા પર મતભેદને કારણે તે જદયુથી અલગ થઇ ગયા