બિહારમાં ડાંસરની આંખમાં મરચુ નાખી ૧૦ લાખના દાગીનાની લુંટ
મુઝફફરપુર, બિહારના મુઝફફરપુર જીલ્લાના મિઠનપુરા પોલીસ સ્ટેશનના ચતુર્ભુજ સ્થાન રોડ પર ડાંસર ચંદાકુમારીની આંખમાં મરચાનો પાઉડર નાખી એક યુવક ૧૦ લાખથી વધુના સોનાના દાગીના લુંટી ફરાર થઇ ગયો છે. ડાંસર લગભગ એક કિલોમીટર સુધી યુવકનો પીછો કરતી બુમો પાડતી દોડી હતી પરંતુ કોઇએ મદદ કરી ન હતી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે પોલીસે આરોપીને પકડવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.
ચંદાકુમારીએ પોલીસને જણાવ્યુ હતું કે કન્હૌલી નાકાની નજીક એક મકાનમાં રહે છે ચતુર્ભુજ રોડ ખાતે હનુમન મંદિરની પાસે તેમનું આવાસીય કાર્યાલય છે જયાં મ્યુઝિકલ કાર્યક્રમ થાય છે નવા વર્ષ પર તેને કાર્યક્રમ રજુ કરવાનો હતો આથી તે તમામ દાગીના ઘરેથી કાર્યાલયે લાવી હતી સવારે જયારે કાર્યાલય ખોલી દાગીનાથી ભરેલ બેગ ટેબલ પર મુકી ત્યારે અચાનકથી એક યુવક આવ્યો અને આંખમાં મરચાનો પાઉડર નાખ્યો અને બેગ લઇને ફરાર થઇ ગયો મેં તેનો પીછો કર્યો સવારે ઓછા લોકો હતાં જેમાંથી કોઇએ મદદ કરી નહીં અને યુવક ફરાર થઇ ગયો ચંદાએ કહ્યું કે બેગમાં હાર કાનની બાલી ૧૨ ચેન અને ૧૦ હજાર રોકડા હતાં.
પોલીસે સીસીટીવી ફુટેજ જાેઇ તો સ્પષ્ટ જાેવા મળી રહ્યું છે ક ચંદા ચતુર્ભુજ સ્થાન ચૌકથી હનુમાન મંદિર તરફ આવી રહી હતી તેના હાથમાં બેગ હતી તેની ૧૦૦ મીટર પાછળ એક યુવક આવી રહ્યો હતો જેવો જ ચંદાના કાર્યાલયની પાસે આવ્યો કે તેણે ચહેરો શાલથી ઢાંકી દીધો સ્થાનિક લોકોએ કહ્યું કે તે યુવક લોકલ વિસ્તારોનો જ છે પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી યુવકની ધરપકડ કરવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.SSS