બિહારમાં પંચાયતની ચૂંટણીમાં ભેંસ પર બેસી નામાંકન ભરવા માટે પહોંચ્યા ઉમેદવાર

પટણા, બિહારમાં પંચાયતની ચૂંટણી થવાની છે. જેમાં ઉમેદવારોના અલગ અલગ અંદાજ જાેવા મળી રહ્યા છે. બિહારના કટિહાર જિલ્લામાં સરપંચના પદ માટે એક ઉમેદવાર પોતાની ભેંસ પર બેસીને ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. જેને જાેઈને સૌ કોઈ થોડા સમય માટે ચોંકી ગયા હતા. કટિહારના હસનગઢના પ્રખંડના હથિયા દિયારા રામપુર પંચાયતથી સરપંચની ચૂંટણીમાં માટે લડી રહેલા ઉમેદવાર આઝાલ આલમ પોતાની ભેંસ પર બેસીને આવ્યા હતા.
જેના કારણે અનેક લોકોનું ધ્યાન એમની બાજુ ખેંચાયું છે. આઝાદ આલમને જ્યારે આ પાછળનું કારણ પૂછ્યું ત્યારે તેમણે જે જવાબ આપ્યો એ પણ રસપ્રદ રહ્યો હતો. તેમણે કહ્યું કે, મોંઘવારીનો સમય છે. દેશ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. પેટ્રોલ અન ડીઝલના ભાવમાં વધારો થયો છે. અમે પશુપાલક છીએ. ભેંસ પાળીએ છીએ એનું દૂધ પીએ છીએ. આ સાથેની એની સવારી પણ કરીએ છીએ.
જ્યારે પત્રકારોએ એને પૂછ્યું કે, તેમને લોકો શા માટે વોટ આપશે. ત્યારે તેમણે કહ્યું કે,પંચાયતના લોકોને સરકારની તમામ યોજનાઓના લાભ અપાવીશ. ખેડૂતોની દરેક મુશ્કેલીનું નિરાકરણ લાવીશ. સમાજમાં આરોગ્ય અને શિક્ષણની વ્યવસ્થા મજબુત કરીશું. દૂધ અને માછલી સાથે જાેડાયેલા દરેક રોજગારને ગામમાં લાવીશું. તેથી લોકો મને જ વોટ આપશે. જ્યારે ઉમેદવાર ભેંસ પર બેસીને આવ્યો ત્યારે વિકાસ અધિકારી રીતેશ કુમારને સવાલ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે,એ ઉમેદવાર પર છે કે, તે શેમાં બેસીને આવે છે. આ એનો વ્યક્તિગત મામલો છે.
જાેકે, બિહારમાં પેટા ચૂંટણીને લઈને તૈયારીઓ જાેરશોરથી ચાલી રહી છે. આ માટે ફોર્મ ભરવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે. પણ કટિહારમાં આ ઉમેદવારે સૌનું ધ્યાન ખેંચ્યું છે. એનો ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
સમગ્ર શહેરમાં-જિલ્લાઓમાં આની ચર્ચા થઈ રહી છે. ખાસ વાત એ છે કે, ઉમેદવારે ભેંસને પણ તૈયાર કરી હતી. ભેંસને પણ ફૂલહાર પહેરાવવામાં આવ્યા હતા. ચૂંટણી નજીક આવતા અનેક ઉમેદવારો અનેક પ્રકારના નખરા કરતા હોય છે. જેને લઈને ઘણી વખત ઉમેદવારના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. બિહારમાં આ ઉમેદાવારનો ફોટો જાેરશોરથી વાયરલ થઈ રહ્યો છે.HS