બિહારમાં પડોસીના મરધાની હત્યા, સાત લોકો સામે કેસ દાખલ
કૈમૂર, બિહારના કૈમુર જીલ્લાના દુર્ગાવતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજીબોગરીબ મામલો સામે આવ્યો છે અહીં એક પરસ્પર વિવાદમાં મરધાની હત્યાનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. આ મામલાથી બિહાર પોલીસ પણ આશ્ચર્યચકિત છે અને તે મુંજવણમાં છે કે આખરે મામલાનો ઉકેલ કેવી રીતે લાવવામાં આવે હાલમાં પોલીસે સાત લોકોની વિરૂધ્ધ મામલો દાખલ કર્યો છે. આ મામલો હાલ આ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો બન્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મરધાની ડોકમાં બ્લેડ ચલાવવાના પુરાવા મળ્યા છે પોલીસ ઉપાધ્યક્ષે કહ્યું કે પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે દુર્ગાવતી પોલીસ સ્ટેશનના તિરોજપુર ગામ નિવાસી કમલા દેવીનો પડોસના એક પરિવારથી વિવાદ ચાલી રહ્યો હતો બે દિવસ પહેલા પણ કોઇ વાતને લઇ બંન્ને પરિવારોમાં વિવાદ થયો હતો આ ક્રમમાં પડોસીએ દોડી કમલાદેવીના પાલતુ મરધાને પકડી લીધો હતો અને તેને મારી નાખ્યો હતો.
આ દરમિયાન આરોપીએ કમલા દેવી અને તેના પુત્ર ઇદલની સાથે પણ કહેવાતી રીતે મારપિટ કરી હતી મોહનિયાના પોલીસ ઉપાધ્યક્ષ રધુનાથ સિંહે કહ્યું કે કમલા દેવીના નિવેદન પર આ મામલામાં એક એફઆઇઆર કલમ ૪૨૯,૩૪૧ ૩૨૩ હેઠળ કેસ દાખલ કર્યો છે જેમાં સાત લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે જાગવાઇ અનુસાર મૃત મરધાનું પોસ્ટમોર્ટમ તાલુકા પશુ હોસ્પિટલ દુર્ગાવતીમાં કરાવવામાં આવ્યું હતું.