બિહારમાં પ્રથમ તબક્કાની ૭૧ બેઠકો માટેના મતદાનની તૈયારીઓ પુરી કરાઇ
પટણા, બિહારમાં યોજાનાર વિધાનસભા ચુંટણીઓના પ્રથમ તબક્કા માટે આવતીકાલે ૭૧ બેઠકો માટે મતદાન યોજાશે દુનિયાભરમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે બિહારમાં પ્રથમ તબક્કામાં ચુંટણીઓ યોજાઇ રહી છે.
પ્રથમ તબક્કામાં ૧૦૬૬ ઉમેદવારો ચુંટણી મેદાનમાં છે.આ તબક્કામાં કુલ બે કરોડ ૧૪ લાખ ૬ હજાર ૯૬ મતદારો છે. કોરોના કાળમાં આ ચુંટણી માટે મતદાન કેન્દ્રો પર ખાસ સાવધાની રાખવામાં આવી રહી છે. નકસલવાદી પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષા દળોની ખાસ તહેનાતી કરવામાં આવી છે.ચુંટણી પંચ દ્વારા આવતીકાલે થનારા મતદાનની તૈયારીઓ લગભગ પુરી થઇ ગઇ છે.
પ્રથમ તબક્કામાં રાજય સરકારના આઠ મંત્રીઓ સહિત અનેક વરિષ્ઠનું ભાવિ મતદારો નક્કી કરશે. પ્રથમ તબક્કામાં જે દિગ્ગજાેનું મતદારો નક્કી કરવાના છે તેમાં જહાનાબાદથી શિક્ષણ મંત્રી કૃષ્ણનંદન પ્રસાદ વર્મા, ગયા ટાઉનથી કૃષિ મંત્રી પ્રેમકુમાર જમાલપુરથી ગ્રામીણ કાર્ય મંત્રી શૈલેષ કુમાર દિનારાથી વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જયકુમારસિંહ બાંકાથી મહેસુલ મંત્રી રામનારાયણ મંડલ લખીસરાયથી શ્રમ સંસાધન મંત્રી વિજય કુમાર સિન્હા ચૈનપુરથી ખનન મંત્રી બૃજકિશોર બિંદ અને રાજપુરથી પરિવહન મંત્રી સંતોષકુમાર નિરાલા સામેલ છે.
આ ઉપરાંત વીઆઇપી ઉમેદવારોમાં અમે રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝી ઇમામગંજ, પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ ઉદય નારાયણ ચૌધરી રાજદની ટીકીટ પર મેદાનમાં છે જયારે જમુઇથી પૂર્વ મંત્રી અને રાજદ નેતા વિજય પ્રકાશ ભાજપની શ્રેયસી સિંહ જમુઇથી કોંગ્રેસના અનંતસિંહ મોકામાંથી ચુંટણી મેદાનમાં છે લોજપા દિગ્ગજ ઉમેદવારોમાં દિનારાથી રાજેન્દ્રસિંહ સાસારામથી રામેશ્વર અને જગદીશપુરથી ભગવાન સિંહ કુશવાહા મેદાનમાં છે.
પહેલા તબક્કામાં જેેમનું ભાગ્ય સીલ થવાનું છે તેમાં રાજદના ૪૨ તો જદયુના ૩૫ ઉમેદવારો સામેલ છે આ ઉપરાંત ભાજપના ૨૯,કોંગ્રેસના ૨૧,માલે આઠ,હમના છ અને વીઆઇપીના એક ઉમેદવારો સહિત અપક્ષો આ તબક્કામાં મેદાનમાં છે. હાલમાં રાજદ ૨૫,જદયુ ૨૩,ભાજપ ૧૩ કોંગ્રેસ ૮ અને હમ ૧ અને માલે ૧ની બેઠકો રહી છે.HS