બિહારમાં પ્રેમીએ લગ્ન માટે ના પાડતા પ્રેમિકા સહીત 6 સહેલીઓએ ઝેર પીધુંઃ 3ના મોત

ઔરંગાબાદ, બિહારના ઔરંગાબાદમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પ્રેમી દ્વારા લગ્ન માટે ઈનકાર કર્યા બાદ યુવતી સહીત 6 સહેલીઓએ ઝેર પી લીધું હતું. જેમાં 3 સહેલીઓના મૃત્યું થઈ ગયા છે જ્યારે 3ની હાલત ગંભીર છે. તેઓને મગધ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી છે.
એસપી કાંતેશ કુમાર મિશ્રાએ જણાવ્યું કે, મૃતક છોકરીઓમાં એક પોતાના ભાઈના સાળા સાથે પ્રેમ કરતી હતી. તેમણે પોતાની સહેલીઓ સાથે યુવકની સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો પરંતુ છોકરો ઈનકાર કરીને ચાલ્યો ગયો હતો.
પ્રેમી દ્વારા ઈનકાર કર્યા બાદ બધી સહેલીઓ પોતાના ગામમાં આવી ગઈ હતી પરંતુ થોડા સમય બાદ જોયું તો પ્રેમિકાએ ઝેર પી લીધું હતું. ત્યાર બાદ અન્ય સહેલીઓએ પણ તેનો સાથ આપતા બધી સહેલીઓએ એક પછી એક ઝેરી પદાર્થ પી લીધો હતો.
છોકરીઓ દ્વારા ઝેર પી લેવાની સૂચના મળતા ગામના લોકો ભેગા થઈ ગયા હતા અને તેઓને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમાં 3ના મૃત્યુ થઈ ગયા હતા. બાકી 3 સહેલીઓને સારવાર માટે મગધ મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ઘટનાની માહિતી મળતાં જ સીઓ અવધેશ કુમાર સિંહ, થાના અધ્યક્ષ રાજગૃહ પ્રસાદ, મુખ્ય પ્રતિનિધિ અનુજ કુમાર સિંહ ઘટનાસ્થળે પહોંચી ગયા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
ગામમાં એક સાથે 3 છોકરીઓની મૃત્યુંથી ગામમાં ખળભળાટ મચી ગયો અને પરિવારજનો હૈયાફાટ રુદન કરી રહ્યા છે અને તેઓની હાલત ખરાબ ગઈ છે.
મળતી માહિતી પ્રમાણે બધી સહેલીઓ ગુરારુ ગઈ હતી અને ત્યાંથી આવ્યા બાદ ઝેર ખાઈ લીધું હતું. બીજી તરફ ત્રણેય છોકરીઓના મૃત્યુ બાદ પોલીસે બધા મૃતદેહને કબ્જે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.