બિહારમાં બીજા તબક્કાની ૯૪ બેઠકોના મતદાન માટે કડક સુરક્ષા
પટણા, બિહાર વિધાનસભા ચુંટણીના બીજા તબક્કામાં ૧૭ જીલ્લાની ૯૪ બેઠકો માટે આવતીકાલ તા. ૩ નવેમ્બરના રોજ મતદાન થશે.મતદાન શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે યોજાય તે માટે ચુંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. કારોનાકાળામાં યોજાઇ રહેલી ચુંટણીઓને કારણે પંચે આ વખતે વિશેષ તૈયારીઓ કરી છે. કોરોનાના સંક્રમણના કેસો વધે નહીં તકે માટે પુરતુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
બીજા તબક્કામાં ૯૪ બેઠકો માટે કુલ ૧૪૬૩ ઉમેદવારો ચુંટણી મેદાનમાં છે તેમાં ૧૩૧૬ પુરૂષ,૧૪૬ મહિલા અને એક થર્ડ જેંડર ઉમેદવાર સામેલ છે. આ તબક્કામાં ૬૨૩ બિન માન્યતા પ્રાપ્ત પક્ષોથી તો ૫૧૩ અપક્ષ ઉમેદવારો ચુંટણીમાં પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે.
બીજા તબક્કામાં જે મુખ્ય નેતાઓનું ભાવી મતદારો ઇવીએમ મશીનમાં સીલ કરવાના છે તેમાં ચાર મંત્રી પટણા સાહિબથી નંદ કિશોર યાદવ, મધુબનથી રાણા રણધીર સિંહ નાલંદાથી શ્રવણકુમાર અને હથુઆથી રામસેવક સિંહ, તથા કુમ્હરારથી અરૂણ સિન્હા,ચેરિયા બરિયાપુરથી મંજુ વર્મા,રાધોપુરથી તેજસ્વી યાદવ હસનપુરથી તેજપ્રતાપ સિંહ યાદવ સહિત અનેક મુખ્ય નેતાનો સમાવેશ થાય છે.
બીજા તબક્કામાં જદયુના ૪૩,ભાજપના ૪૬ કોંગ્રેસના ૨૪ રાજદના ૫૬ લોજપાના ૫૨ રાલોસપા ૩૬ સીપીઆઇ ૪ સીપીએમ ૪ બસપા ૩૩ અને એનસીપીના ૨૯ ઉમેદવારો મેદાનમાં છે.બીજા તબક્કામાં હાલ રાજદ પાસે ૩૧,જદયુ પાસે ૩૦.ભાજપ ૨૨ લોજપા ૨ અને કોગ્રેસ પાસે સાત બેઠકો છે.HS