બિહારમાં બીજા તબક્કામાં ઉમેદવારીપત્રકો ભરી શકાશે
પટણા, બિહાર વિધાનસભા ચુંટણીના બીજા તબક્કાની ૯૪ બેઠકોને લઇ આજે ચુંટણી પંચ દ્વારા જાહેરનામુ બહાર પડતાં જ ઉમેદવારો પોતાના ઉમેદવારીપત્રકો ભરી શકશે આ સાથે બીજા તબક્કાની ચુંટણીના મતદાનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. બીજા તબક્કામાં ૧૭ જીલ્લાના વિધાનસભા વિસ્તારોમાં ચુંટણી થનાર છે.
૧૬ ઓકટોબર સુધી ઉમેદવારીપત્રકો ભરી શકાશે ૧૭ ઓકટોબરે ઉમેદવારી પત્રકોની ચકાસણી કરવામાં આવશે ઉમેદવારી પત્રકો પાછા ખેંચવાની અંતિમ તારીખ ૧૯ ઓકટોબર છે. ત્રણ નવેમ્બરે મતદાન યોજાશે ત્રણ નવેમ્બરને બીજા તબક્કાની ચુંટણી માટે મતદાન થશે મતોની ગણતરી ૧૦ નવેમ્બરે થશે.
જે જીલ્લા માટે આજે જાહેરનામુ બહાર પડયુ છે તેમાં પશ્ચિમ ચંપારણ,પૂર્વ ચંપારણ, ગોપાલગંજ સીવાન સારણ મુઝફફરપુર સીતામઢી શિવહર મધુબની દરભંગા સમસ્તીપુર વૈશાવી બેગુસરાય ખગડિયા ભાગલપુર નાલંદા અને પટણાનો સમાવેશ થાય છે.