બિહારમાં ભાજપ અને જેડીયુ વચ્ચે ઉપરછલ્લુ સમાધાન,મતભેદ હજુ યથાવત
પટણા,બિહારમાં ભાજપ અને જેડીયુ વચ્ચે લાંબા સમયથી ઘર્ષણ ચાલી રહ્યું છે. ઉપરછલ્લું જાેઈએ તો આ ઘર્ષણનો અંત આવી ગયો છે પરંતુ અંદરખાને હજુ પણ બંને પક્ષ વચ્ચે મડાગાંઠ યથાવત છે. બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી મોટો મુદ્દો બની ગયો છે.વિપક્ષમાં બેઠેલું રાષ્ટ્રીય જનતા દળ અને સત્તામાં બેઠેલુ જનતા દળ યુનાઈટેડ બંને ઈચ્છે છે કે બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થાય.
પરંતુ જેડીયુ સાથે ગઠબંધન ધરાવતો ભાજપ જાતિ આધારિત વસ્તી ગણતરી માટે સહમત નહોતો. બિહારમાં જેડીયુ અને આરજેડીની હઠ બાદ ભાજપને જાતિ આધારિત વસ્તી ગણતરી માટે કમને મંજૂરી આપવી પડી છે.બિહારના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ સુશીલકુમાર મોદીએ નીતીશકુમારને સૂચન આપ્યું કે બિહાર સરકારે કર્ણાટક અને તેલંગણા ખાતે ટીમ મોકલીને અભ્યાસ કરવો જાેઈએ કે આ બંને રાજ્યોમાં કેવી રીતે વસ્તી ગણતરી કરવામાં આવી હતી.
સાથોસાથ એ પણ અભ્યાસ કરવો જાેઈએ કે સાલ ૨૦૧૧માં થયેલી સામાજિક, આર્થિક અને જાતિય વસ્તી ગણતરીમાં શું કમી હતી? કર્ણાટક સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવી હતી પરંતુ વસ્તી ગણતરીના સાત વર્ષ પછી પણ આંકડા પ્રગટ કરી શકી નથી. અમુક જાતિઓની વસ્તી ખૂબ ઓછી થઈ ગઈ છે. જાે તેના આંકડા જાહેર કરવામાં આવે તો વિરોધ ફાટી નીકળવાની શક્યતા છે એટલે આ આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.
૨૦૧૧માં કરવામાં આવેલી વસ્તી ગણત્રીમાં સરકારની ઉતાવળને કારણે અધધધ ૪૬ લાખ જાતિ નોંધાઈ હતી અને વસ્તી ગણતરી રીપોર્ટમાં ૧ કરોડ ૧૮ લાખથી ભૂલો નોંધાઈ હતી. આ ક્ષતિ બિહારમાં ન થાય એટલા માટે સરકારે ભૂતકાળના સર્વેક્ષણોનો પૂરતો અભ્યાસ કરવો જાેઈએ.HS2KP