બિહારમાં ભાણીયા પર મામી ફીદા થઇ જતા લગ્ન કરી લીધા

પટણા: બિહારમાં એક મામીએ પોતાના ભાણિયા સાથે લગ્ન કર્યા છે. લગ્નનો વીડિયો અને ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. લોકો આ પ્રેમને ખોટો ગણાવી રહ્યા છે અને કહે છે કે આ જાેડીએ તમામ મર્યાદાઓ તોડી છે. પ્રેમમાં મામી અને ભાણિયા તમામ સંબંધો ભૂલી ગયા. ન તો સમાજની પરવાહ કરી અને ન તો પારિવારિક સંબંધોની.
કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને તેમાં ફસાયેલા માણસને સંબંધોની કોઈ પરવાહ હોતી નથી. તે સમાજની પણ પરવાહ કરતો નથી. આવો કિસ્સો બિહારના જમુઈમાં બન્યો છે. અહીં એક લગ્નેત્તર મહિલાએ તેના ભાણિયા સાથે લગ્ન કર્યા. આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ પ્રેમને ખોટો ગણાવી રહ્યા છે.
વાયરલ વીડિયોમાં સ્પષ્ટ કહેવાયું છે કે ભાણિયો તેની મામીના સેંથામાં સિંદુર લગાવી રહ્યો છે અને તેના બાદ મામી ભાણિયાને પગે લાગે છે અને પત્ની હોવાના આર્શિવાદ માંગે છે. કહેવાઈ રહ્યું છે કે જમુઈ જિલ્લાના ગિદ્ધૌર રતનપુરનો રહેનારો ૨૨ વર્ષનો ચંદન કુમાર મુંબઈમાં રિક્ષા ચલાવે છે અને મામા-મામી પણ ત્યાં રહેતા હતા. અનેક વર્ષોથી ચંદનની સાથે પ્રેમ પ્રસંગ લખીસરાયના મનનપુરના રહેવાસી તેની મામી સાથે ચાલ્યો અને બંને વચ્ચે પ્રેમ થયો.
કોરોના સંક્રમણના કરામે લોકડાઉનમાં જ્યારે લોકો મુંબઈ છોડીને ઘરે પરત આવ્યા હતા. થોડા દિવસ પહેલા ભાણિયો જમુઈના ગિદ્ધોરથી લખીસરાયના મનનપુર આવ્યો અને મામાના ઘરે રહેવા લાગ્યો પણ એક દિવસ મામાએ બંનેને એક સાથે રૂમમાં આપત્તિજનક સ્થિતિમાં જાેયા, આ પછી મારપીટ પણ થઈ અને ચંદન ત્યાંથી જતો રહ્યો. થોડા દિવસ બાદ મામાને કોઈ કામે મુંબઈ જવું પડ્યું. આ સ્થિતિનો ફાયદો ઉઠાવીને ભાણિયો ફરી મામાના ઘરે ગયો અને મામી સાથે ભાગીને લગ્ન કર્યા, લગ્ન બાદ બંને મુંબઈ જતા રહ્યા અને મામા હવે પત્ની અને ભાણિયાને શોધી રહ્યા છે.