બિહારમાં મંત્રીમંડળનો વિસ્તાર, શાહનવાઝ સહિત 17 નેતાઓએ લીધા મંત્રી પદના શપથ
નવી દિલ્હી, બિહારની નીતીશ સરકારના મંત્રીમંડળનો વિસ્તાર થયો. ગત વર્ષે ચૂંટણી બાદ લાંબા સમયથી કેબિનેટના વિસ્તારની રાહ હતી. આજે ભાજપના શાહનવાઝ હુસેન, JDUના સંજય ઝા સહિત 17 નેતાઓએ મંત્રી પદના શપથ લીધાં.
વાયજપાયની સરકાર વખતે કેન્દ્રમાં મંત્રી રહી ચુકેલા શાહનવાઝ હુસેનને આ વખતે ભાજપે મંત્રી બનાવ્યા છે. શાહનવાઝ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા છે. પાર્ટીના ચર્ચીત મુસ્લિમ ચહેરો અને હાલમાં જ જમ્મુ કાશ્મીરમાં થયેલી ચૂંટણીમાં પાર્ટી માટે તેઓએ ખુબ પ્રચાર કર્યો.
નીતીશની કેબિનેટમાં નીરજ સિંહ, સુશાંત સિંહ રાજપૂતના પિતરાઈ ભાઈ નિરજ સિંહ, જમા ખાન સહિતના નેતાઓનો સમાવેશ થયો છે.
શપથ લેનારા મંત્રીની યાદી
શાહનવાઝ હુસેન |
BJP |
શ્રવણ કુમાર |
JDU |
મદન સહની |
JDU |
પ્રમોદ કુમાર |
BJP |
સંજય ઝા |
JDU |
લેસી સિંહ |
JDU |
સમ્રાટ ચૌધરી |
BJP |
નીરજ સિંહ |
BJP |
સુભાષ સિંહ |
BJP |
નિતિન નવીન |
BJP |
સુમિત કુમાર સિંહ |
અપક્ષ |
સુનીલ કુમાર |
JDU |
નારાયણ પ્રસાદ |
BJP |
જયંત રાજ |
JDU |
આલોક રંજન ઝા |
BJP |
જમા ખાન |
JDU |
જનક રામ |
BJP |