Western Times News

Gujarati News

બિહારમાં મંદિરોની નોંધણી કરાવવી પડશે,૪ ટકા ટેક્ષ પણ ચૂકવવો પડશે

પટણા, બિહારના તમામ મંદિરોની નોંધણી કરાવવી પડશે. બિહાર ધાર્મિક ટ્રસ્ટ બોર્ડના નવા ર્નિણય મુજબ બિહારના દરેક સાર્વજનિક મંદિરનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. મંદિરોએ ૪% ટેક્સ ચૂકવવો પડશે.ધાર્મિક ટ્રસ્ટ બોર્ડ ૧ ડિસેમ્બરથી રાજ્યમાં અભિયાન ચલાવીને તેની ખાતરી કરશે.

બોર્ડે તમામ જિલ્લાના નોંધાયેલા મંદિરોની યાદી કલેકટર પાસેથી માંગી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી માત્ર ભોજપુરે જ આ યાદી જાહેર કરી છે. બોર્ડનું કહેવું છે કે બિહારમાં ૪૬૦૦ નોંધાયેલા મંદિરો છે. હવે ફક્ત આ મંદિરો જ ટેક્સ ચૂકવે છે. જ્યારે બિહારમાં નાના-મોટા મંદિરો મોટી સંખ્યામાં છે.

આ મંદિરો નોંધાયેલા નથી. તેમજ તેઓ ટેક્સ પણ ભરતા નથી. બિહાર ધાર્મિક ટ્રસ્ટ બોર્ડનું કહેવું છે કે હવે બિહારના દરેક મંદિરે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જાે લોકો ત્યાં ફરવા આવે તો ચાર ટકા ટેક્સ ભરવો પડશે.

બિહારના રાજ્ય ધાર્મિક ટ્રસ્ટ બોર્ડના અધ્યક્ષ એકે જૈનના જણાવ્યા અનુસાર, રાજ્યમાં અત્યાર સુધીમાં ૪,૬૦૦ મંદિરો નોંધાયા છે. આ સિવાય રાજ્યમાં ઘણા એવા મોટા મંદિરો છે, જેનું રજીસ્ટ્રેશન થયું નથી. આ ઉપરાંત કેટલાક મોટા મંદિરો રજીસ્ટ્રેશન થયા બાદ પણ બોર્ડને નિયમિત ટેક્સ ભરતા નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કાયદા મંત્રાલય દ્વારા પહેલાથી જ નોંધાયેલ મંદિરોની જમીન વિશે માહિતી મેળવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટને પત્ર લખવામાં આવ્યો છે.

ધાર્મિક ટ્રસ્ટ બોર્ડના સભ્ય અને મહંત વિજય શંકર ગિરી કહે છે કે તમામ મંદિરો જ્યાં બહારના લોકો આવે છે અને પ્રાર્થના કરે છે તે તમામને જાહેર પૂજા સ્થાનો તરીકે ગણવામાં આવશે. દરેક વ્યક્તિએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ટેક્સ ચૂકવવો પડશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.