બિહારમાં રેલિંગ તોડી ગાડી ગંગામાં પલ્ટી જતાં ૯ના મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/accident-1-1024x1024.jpg)
Files Photo
પટણા: જુના પાનાપુર ઘાટ પર શુક્રવારની સવારે પીપાપુલની રેલિંગ તોડી એક પિક વાન ગંગા નદીમાં પડી જતા ૧૧ લોકોના મોત થયાની વાત સામે આવી રહી છે અત્યાર સુધી નવ લોકોના શબ કબજે કરવામાં આવ્યા છે.પિકવાન પર સવાર એક જ પરિવારના તમામ લોકો અકિલપુરથી દાનાપુર ચિત્રકુટનગર આવી રહ્યાં હતાં.
કહેવાય છે કે અકિલપુર નિવાસી રાકેશ કુમારે ૨૧ એપ્રિલે તિલક સમારોહ હતો તિલક ખતમ થયા બાદ તમામ પોતાના દાનાપુર ખાતે પોતાના ઘરે જઇ રહ્યાં હતાં આ દરમિયાન વાન નદીમાં ખાબકી હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ અને ગોતાખોરોને બોલાવી ઘટના સ્થળે પહોંચી હતી એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમને રાહત કાર્યમાં લગાવી હતી.
ઘટના દરમિયાન વિકઅપ વાનની છત પર સવાર ત્રણ લોકો કુદી પડયા હતાં જેથી તેમના જીવ બચી ગયા હતાં સવારના સમયે ઘટના બનતા લોકોની ભીડ એકત્રિત થઇ ગઇ હતી સ્થાનીક લોકો બચાવમાં લાગી ગયા હતાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમે શબોને બહાર કાઢયા હતાં ત્યારબાદ પિકઅપ વાનને ક્રેન દ્વારા નદીની બહાર કાઢયા હતાં. મુખ્યમંત્રી નીતીશકુમાર અને નાયબ મુખ્યમંત્રીએ આ ધટના અંગે ઉંડા શોકની લાગણી વ્યકત કરી હતી