બિહારમાં લાલુ-રાબડી નામની અગરબત્તી વેચી રહ્યા તેજ પ્રતાપ

પટણા: લાલુ-રાબડીનો મોટો પુત્ર તેજ પ્રતાપ યાદવ હવે બિઝનેસમેન પણ બની ગયો છે. તેમણે અગરબત્તીનો બિઝનેસ શરૂ કર્યો છે. પટના અને દાનાપુરની નજીક લાલુ ખટાલમાં તેનો શો-રૂમ બનાવાવમાં આવ્યો છે. એલઆર અગરબત્તી એટલે કે લાલુ-રાબડી અગરબત્તીની સુગંધ હવે ચારે તરફ ફેલાશે. લાલુ ખટાલનો અર્થ લાલુની ગૌશાળા છે. ત્યાં મોટી સંખ્યામાં લાલુ પ્રસાદ ગાય-ભેંસોને રાખતા હતા. સત્તામાં રહેવા દરમિયાન મુખ્યમંત્રી આવાસમાં પણ લાલુ પ્રસાદની ગૌશાળા હતી.ત્યાં જ અગરબત્તી બનાવવામાં આવે છે અને શો-રૂમ દ્વારા વેચવામાં આવે છે. તેજપ્રતાપ યાદવ શો-રૂમમાં હંમેશા બેસતા નથી, ક્યારેક-ક્યારેક આવે છે , પરંતુ અહીં લાગેલા સીસીટીવી કેમેરા દ્વારા હંમેશા મોબાઈલ દ્વારા નજર રાખે છે. શો-રૂમમાં કોણ આવ્યું, કોણ ગયું તે બાબતની બધી જ જાણકારી પણ રાખે છે.
આ શો-રૂમમાં કામ કરતા અભિલાષ કુમાર અને કાવ્યા સાથે વાત કરતા અભિલાષે તેજપ્રતાપ યાદવને ફોન કર્યો અને કહ્યું કે સર, મીડિયાવાળા વિઝન ઉતારવા માંગે છે? આ બાબતે તેજપ્રતાપ યાદવ સાથે અમારા સંવાદદાતાએ વાત કરી ત્યાર બાદ વિઝન ઉતારવા માટેની મંજૂરી આપવામાં આવી હતી.
તેજ પ્રતાપ યાદવ પોતાની પુજા-પાઠ માટે હંમેશા ચર્ચામાં રહે છે. કપાળ પર ત્રિપુંડ લગાવે છે. ક્યારેક કૃષ્ણનો વેશ ધારણ કરે છે તો ક્યારેક શિવનો. તેઓ અનેક વખત વૃંદાવન આશ્રમ પણ જાય છે. લાલુ પ્રસાદને જલ્દી જામીન માળે તે માટે વૃંદાવન આશ્રમના પ્રવચનકર્તા દ્વારા સાત દિવસનું પ્રવચન પટનામાં કરાવ્યુ હતું. તેઓ પોતાને રાજકારણમાં નાના ભાઈ તેજસ્વી યાદવનો કૃષ્ણ જણાવે છે અને તેજસ્વીને અર્જુન.
આ અગરબત્તીમાં એલઆર બ્રાંડનો અર્થ ‘લોન્ગેસ્ટ એન્ડ રિચેસ્ટ’ જાણવાયો છે, પરંતુ તેજ પ્રતાપના નજીકના તેને લાલુ-રાબડી જણાવે છે. આ અગરબત્તી મંદિરોમાં દેવી-દેવતાઓ પર ચડાવવામાં આવેલા ફૂલોને એકઠા કરીને બનાવવામાં આવે છે. દાવો એવો છે કે તેમાં કોઈપણ પ્રકારનું કેમિકલ ભેળવવામાં આવતું નથી. તેની સ્ટિક પણ વાંસની જગ્યાએ નાળિયેરીના પાનમાંથી તૈયાર કરવામાં આવે છે. કદાચ આ જ કારણે તેની કિંમત વધુ છે.આ અગરબત્તીના નામો પર પણ તેજ પ્રતાપ યાદવની અસર પણ દેખાય છે. આ બધા નામ કૃષ્ણની આસપાસ વાળા છે.
જેમ કે કૃષ્ણ લીલા અગરબત્તી, બારસાના, સેવા કુંજ, વિષ્ણુ પ્રિયા,શો-રૂમમાં ગયાની સુંદર મુર્તિ છે. બીજી તરફ રાષ્ટ્રીય જનતા દળનું ચૂંટણી ચિહ્ન ફાનસ પણ છે. રાધા કૃષ્ણની સફેદ રંગ વાળી મુર્તિ પણ અહી છે અને એક અન્ય મુર્તિ શ્યામ રંગના કૃષ્ણની પણ છે. તેની સામે હંમેશા અગરબત્તી સળગતી રહે છે. એટલે કે એકદમ પૂજાનું વાતાવરણ. લાગે છે કે શો-રૂમમાં નહીં, કોઈ મંદિરમાં આવી ગયા છીએ. અહીંયા સુંદર લાઇટિંગ પણ છે.