બિહારમાં વરસાદી તોફાન-વીજળી પડવાથી ૮૩નાં મોત
પટણા: બિહારમાં છેલ્લા ૨૪ કલાકમાં આંધી-તોફાન અને વીજળી પડવાથી ૮૩ લોકોના મોત થયાં છે. આ માહિતી સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવી છે. ગોપાલગંજમાં ૧૩, મુધબની, પૂર્વી ચંપારણ, બેતિયા અને પશ્ચિમ ચંપારણમાં બે-બે લોકો, પૂર્ણિયા અને બાંકામાં એક-એક વ્યક્તિનું મોત થયુ છે. આ સિવાય ડઝન જેટલા લોકો દાઝ્યા હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે.ગોપાલગંજ જિલ્લામાં ગુરુવારે સવારથી સતત વરસાદની વચ્ચે વીજળી પડવાથી ૧૩ લોકોના મોત થયા હતા. વીજળીથી ઉચકાગાંવમાં ચાર, માંઝામાં બે તથા વિજયીપુર, કટેયા અને બરોલીમાં એક-એક વ્યક્તિનું મોત થયું હતું. વિજળી પડવાથી જીવ ગુમાવનારમાં મોટાભાગના લોકો ખેતરમાં કામ કરી રહ્યા હતા.
જ્યારે બરોલી અને માંઝામાં વીજળી પડવાથી ચાર લોકો ઘાયલ થાય હતા, તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. જ્યારે બીજી તરફ ઉત્તર બિહારમાં પણ વીજળી પડવાથી ચાર લોકોના મોત થાય છે. પૂર્વ ચંપારણમાં વીજળી પડવાથી સગીર બાળકી સહિત બે લોકોના મોત થયા છે. પશ્ચિમ ચંપારણના શિકારપુરામાં વિશુનપુરવા અને માલદામાં પણ વીજળી પડાવથી બે લોકોના મોત થયા છે. આ સિવાય બેતિયા જિલ્લાના શિકારપુરા પોલીસ સ્ટેશન અંતર્ગતના ભસુરારી ગામમાં વીજળી પડવાથી બે લોકોના મોત થયા છે.