Western Times News

Gujarati News

બિહારમાં વિજળી પડવાથી ૧૮ના મોત : ભારે વરસાદ

પટના : બિહારમાં ભારે વરસાદ સાથે સંબંધિત ઘટનાઓ અને વીજળી પડવાના કારણે ઓછામાં ઓછા ૨૦ લોરોના મોત થઇ ગયા છે. મોટી સંખ્યામાં લોકોને માઠી અસર પણ થઇ છે. ભારે વરસાદના કારણે ભારે તબાહી થઇ છે. રાજ્યના પાટનગર પટણા અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થયુ છે. પટણામાં પોલીસવાળાના ટેન્ટ પર વૃક્ષ ધરાશાયી થતા ઓછામાં ઓછા ૧૦ લોકો ઘાયલ થયા છે.

ટેન્ટ પોલીસ લાઇન નજીક હોવાથી વધુ સંખ્યામાં લોકો ત્યાં હતા. ઘાયલ થયેલા પોલીસ કર્મચારીઓને પીએમસીએચ હોસ્પિટલમાં  દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં જ ૨૦ લોકોના મોત થયા છે. વીજળી પડવાની ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફડાતફડી મચી ગઇ હતી. ભારે વરસાદના કારણે જુદા જુદા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા.

વીજળી પડવાની જુદી જુદી ઘટના બની હતી. બિહારમાં જે જગ્યાએ લોકોના મોત થયા છે તેમાં કેમુરમાં ત્રણ, પૂર્વીય ચંપારણ, ભોજપુર, અરવલ, અને પટણામાં બે લોકોના મોત થયા છે. કટિહાર અને જેહાનાબાદમાં એક એક વ્યક્તિનું   મોત થયુ છે. હવામાન વિભાગના કહેવા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં બિહારમાં પટણામાં ૯૪.૪ મીમી વરસાદ થયો છે.

દરભંગામાં ત્રણ ઇંચ, ડેહરીમાં બે ઇંચથી વધુ વરસાદ થયો છે. બિહારના મોટા ભાગના વિસ્તારમાં બે ઇંચથી વધારે વરસાદ થયો છે. મોતનો આંકડો વધવાની દહેશત દેખાઇ રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત પરિવારને તમામ પ્રકારની સહાય પહોંચાડી દેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હજુ ભારે વરસાદ પડી શકે છે જેથી લોકોને ઘરની બહાર ન નિકળવાની સલાહ આપવામાં આવી છે. હાલમાં દેશના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. જેમાં હવે બિહાર પણ સામેલ છે. રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં પણ ભારે વરસાદ થઇ રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.